વડોદરા : શહેરના છાણી જકાત નાકા અભિલાષા ચાર રસ્તા પાસે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા હિન્દુ દેવીદેવતાના ફોટા ફાડી ફેંકી દેનાર વિધર્મી અને તેના પરિવાર સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.અને જેમાં ત્રણેય જેલના સળીયા પાછળ ધકેલાતા તેની અદાવત રાખીને યુવતીના દીયર, જેઠ-જેઠાણી સહીત ચાર જણાંએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને યુવતીના દીકરાને ઘોડીયામાંથી કાઢી અમારા છોકરાને નહી આપેતો તારીબહેનને ઉપાડી જવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ફતેહગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની શોધખોળ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ જૂના છાણી રોડ પર સંતોકનગરમાં રહેતા મોહીબખાન પઠાણે અભિલાષા ચાર રસ્તા પાસે આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતી પાટીદાર સમાજની યુવતીને પ્રેમજાળમાં ફલાવી રજીસ્ટર મેરેજ કર્યા પછી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા શારિરીક માનસિક ત્રાસ આપી હિન્દુ દેવી દેવતાના ફોટા ફાડી નાંખી ફેકી દઇને મુસ્લિમ નામ રાખ્યું હતું.આ લવ જે હાદની ફરિયાદ યુવતીએ ફતેહગંજ પોલીસમા નોંધાવતા પોલીસે મોબીન પઠાણ,યુવતીની છેડતી કરનાર જેઠ મોહસીન પઠાણ તેમજ મોબીનના પિતા ઇમ્તીયાઝ પઠાણની ધરપકડ કરીને રીમાન્ડ પછી જેલમાં મોકલી આપ્યા હતા.આ બનાવની અદાવત રાખીને તા ૨૪ ના રોજ જૂના છાણી રોડ પર સંતોકનગરમાં રહેતી યુવતીનો દીયર સાજીદખાન ઇમ્તીયાઝ પઠાણ, જેઠ વસીમ,જેઠાણી શબાના તેમજ શબનમ મોસીન પઠાણ વિગેરે યુવતીના રાજલક્ષ્મી સોસાયટી ખાતેના ઘરે પહોંચી ગયા હતા.આ વખતે યુવતીના દીકરો ઘોડીયામાં હતો.તેને જેઠાણી શબનમે ઘોડીયામાંથી કાઢી લઇ યુવતી સાથે ઝઘડો કર્યો હતો.અને તે ખોટી ફરિયાદ કરી છે.આ છોકરો અમારો છે.આ છોકારોને અમે લઇ જઇએ છે.તેવુ જણાવી ચારેવે બોલાચાલી ઝઘડો કર્યો હતો.અને દીયર સાજીદખાને છોકરો નહી આપે તો તારીબહેનને ઉપાડી જઇશું તેમ જણાવી ધમકી આપી હતી.આ દરમ્યાન દૂધ લેવા ગયેલી યુવતીની માતા આવી જતા બૂમાબૂમ કરતા યુવતીને છોકરો આપીને જતા જતા તમે રોડ પર આવો ત્રણેવને જીવતા છોડીશુ નહી તેવી ધમકી આપી જતા રહ્યા હતા.આ બનાવ પછી યુવતીનું મેડીકલ ઇન્વેસ્ટીગેશન ચાલતુ હોઇ તેમજ તેની તબિયત સારી ન હોવાથી ફરિયાદ આપી ન હતી.પણ ગઇકાલે ફતેહગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તમામના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લવજેહાદ અંતર્ગત નોંધાયેલ બે કેસમાં કડક કાર્યવાહી કરવા માગ
વડોદરા શહેર લવજેહાદના કિસ્સાનું એપી સેન્ટર બન્યું છે. ગુજરાત સરકારના લવજેહાદ માટેના નવા કાયદાના અમલીકરણ બાદ શહેરમાં બે કેસ નોંધાયેલા છે. જેમાં પોલીસતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે અને આવા વિલંબથી અસામાજિક તત્ત્વોને પ્રોત્સાહન અને છટકું ગોઠવવાનો સમય મળી રહ્યો છે. જેથી આ બંને મામલામાં કડક અને ત્વરિત પગલાં લઈ બંનેુ આરોપીઓને સખ્ત સજા મળે અને હિન્દુ દીકરીઓને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસે એવી સખત કાર્યવાહી કરવા સરદાર પટેલ સેવાદળે માગ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
Comments