જિનિવા-

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતમાં વધતા કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા અંગે ચિતા વ્યક્ત કરી છે. WHOના પ્રમુખ ટેડ્રોસ એડનમ એ જણાવ્યું છે કે ભારતમાં જે થઇ રહ્યું છે તે દર્શાવે છે કે આ વાઇરસ શું કરી શકે છે. ટેડ્રોસનું કહેવું છે કે ભારતમાં આ સ્થિતિ એક વિનાશકારી રિમાઇંડર જેવી છે કે આ વાઇરસ શું કરી શકે છે અને આપણે વ્યાપક દ્રષ્ટીએ અને એક સાથે વાઇરસ સામે દરેક ઉપકરણ, જેમકે રસીકરણ, સામાજીક સ્વાસ્થ્યના ઉપાય, સારવારનો ઉપયોગ કરવો જોઇએ.

WHOના પ્રમુખે કહ્યું છે કે, " આપણે ભારતમાં કોવિડ - 19ના વધતા કેસ અને મૃત્યુના વધતા આંકડા અંગે ચિંતામાં છીએ. સ્થિતિ ગંભીર છે અને દેશના જુદા જુદા ભાગમાં કાર્યની જરૂર છે. રસીનું ઉત્પાદન વધારવાની જરૂર છે. સરકારે જે પગલાં લીધા છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. ભારતમાં તમામ પ્રત્યે હું ગંભીર સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. WHO ભારતની સરકાર અને લોકો સાથે ઉભું છે અને જીવન બચાવવા માટે જેટલું કરી શકીશું તેટવા પ્રયત્નો કરીશું."

ભારતમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 3,32,730ના નવા કેસ સામે આવ્યા છે. જે બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,62,63,695 થઇ છે. 2,263 નવા મૃત્યુના કેસ સાથે કુલ મૃત્યુ આંક 1,86,920 થઇ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24,28,616 છે અને ડિસ્ચાર્જ કેસની સંખ્યા 1,36,48,159 થઇ છે.