દિલ્હી-

જ્યારે મહિલાને 2 મહિના અને એક અઠવાડિયાની પ્રેગન્સી હતી, ત્યારે તેને કોરોના વાયરસ લાગ્યો હતો. આ પછી, મહિલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને તબીબી રીતે ઇન્ડીયુસ્ડ કોમામાં રાખવી પડી.

મહિલાના બે-અઠવાડિયાના કોમા દરમિયાન, ડોકટરોએ પણ માનવું એવુ હતુ કે ગર્ભમાં બાળકોના જીવિત રહેવાની સંભાવના ઘણી ઓછી છે. પરંતુ ધીરે ધીરે મહિલાની તબિયત સારી થવા લાગી અને તેઓએ જોડિયા સ્વસ્થ દીકરીઓને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર કોરોનાથી પીડિત આ કેસ આયરલૈંડની છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ 32 વર્ષીય ડેનિયલ માર્ટિને ગયા અઠવાડિયે બે પુત્રીને જન્મ આપ્યો હતો.

ડેનિયલ ગંભીર રીતે બીમાર હોવા છતાં, બે દિકરીઓના સ્વાસ્થયને જોઇને પરીવાર આશ્ચર્યમાં છે. તે જ સમયે, જ્યારે ડેનિયલને કોરોના હતું, ત્યારે તેને ખબર પણ ન હતી કે ગર્ભાશયમાં જોડિયા બાળકો છે. ડેનિલે શ્વાસની તકલીફ બાદ કોરોનાને કારણે એપ્રિલની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, શરૂઆતમાં તેને લાગ્યું કે છાતીના નાના ચેપને લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.