અમદાવાદ-

શહેરમાં એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા ઓનલાઈન ચિટિંગ નો ભોગ બની છે. આ મહિલાને તેના બેન્ક એકાઉન્ટ નું છ માસનું સ્ટેટમેન્ટ જાેઈતું હોવાથી તેણે ગુગલ પર કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. સામે વાળી વ્યક્તિએ કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી વિગતો માંગી ગુગલ પે પર નાણાં ટ્રાન્સફર કરાવી બાદમાં એક બાદ એક રીતે ૧.૨૮ લાખ સેરવી લીધા હતા. સમગ્ર બાબતે મહિલાએ વસ્ત્રાપુરમાં અરજી કર્યા બાદ હવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા ભાડાના મકાનમાં રહે છે. આ મકાન મહિલા જે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે તે હોસ્પિટલ તરફથી ફાળવવામાં આવ્યું છે. મહિલાનો પતિ એક બેંકમાં જુનીયર ઓફિસર તરીકે નોકરી કરે છે. આ મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જે અરજી બાબતે પોલીસે તપાસ કરી હાલ ફરિયાદ નોંધી છે. આ મહિલાનું જહ્વૈ બેંકમાં એકાઉન્ટ છે. તેને છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ જાેઈતું હોવાથી તેણે બેંકમાં તપાસ કરતા કોરોના મહામારીના કારણે થોડા દિવસો પછી સ્ટેટમેન્ટ મળશે તેવું જણાવ્યું હતું. મે માસમાં આ મહિલા ઘરે હાજર હતી ત્યારે તેને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોવાથી તેણે બેંક કસ્ટમર કેરનો ઓનલાઈન નંબર લીધો હતો અને તેની ઉપર ફોન કરી વાતચીત કરી હતી.

ત્યારે ફોન પર વાત કરનાર સામેવાળી વ્યક્તિએ અવાજ આવતો નથી તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં આ મહિલાને એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તે પોતે એસબીઆઇ બેન્કના કસ્ટમર કેરમાથી બોલે છે. બાદમાં આ મહિલાને એનિડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. મહિલાએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં ફોન પર વાત કરનાર વ્યક્તિએ યોનો, ગૂગલ પે જેવી એપ્લિકેશન છે કે નહીં તેવું પૂછ્યું હતું. જેથી મહિલાએ આ એપ્લિકેશન હોવાનું જણાવી તેઓ મોબાઈલ રિચાર્જ તથા લાઇટ બિલ ભરવા તેનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ મહિલાએ તેના બેંક ખાતાનું છ મહિનાનું ટ્રાન્ઝેક્શનની માહિતી આપવા માટે કહેતા ફોન પર વાત કરનાર વ્યક્તિએ ગૂગલ પે પર જઈ ૪૯,૨૧૩ રૂપિયા પે કરવા માટે જણાવ્યું હતું. જેથી મહિલા તે મુજબ પ્રોસેસ કરતી રહી હતી. બાદમાં મહિલાના ખાતા માંથી પૈસા ડેબિટ થવા લાગ્યા હતા. જેથી આ પૈસા કેમ કપાય છે તેવું પૂછતાં સામેવાળી વ્યક્તિએ તમારા પૈસા હોલ્ડ થાય છે એમ કહી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી ૧.૨૮ લાખ રૂપિયા સેરવી લીધા હતા. બાદમાં ફોન પર વાત કરનાર વ્યક્તિએ અન્ય બેંકના ખાતાની માહિતી માંગી તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેવાનું કહ્યું હતું. જાેકે પૈસા ટ્રાન્સફર ન થતાં આખરે મહિલાએ આ અંગે વસ્ત્રાપુર પોલીસને અરજી આપી હતી જે બાબતે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.