ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડેલી મિસાઈલની રેન્જથી દુનિયા સ્તબ્ધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026  |   2673


નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યાે છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી એસએમ ૩ ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જાેકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે ૪૧૧૮ કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યાે છે.સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે.. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution