ગૂગલના સુંદર પિચાઇએ કહ્યું, ભારતમાં સૌથી ખરાબ દિવસો આવવાના હજુ બાકી
05, મે 2021 594   |  

વોશિંગ્ટન-

ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓનો પુરવઠો જેવા મેડિકલ ઉપકરણોની અછત સર્જાઇ રહી છે. ક્યાંક સારવાર માટે એમ્બ્યુલન્સોની લાઇન લાગી, તો ક્યાંક ઓક્સિજન સિલિન્ડર ભરાવવા માટે લાઇન છે. ભારતની કથળતી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની કોરોનાની સ્થિતિને લઈને વૈશ્વિક સ્તર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ગૂગલના સુંદર પિચાઇએ કહ્યું છે કે, હજુ ભારતમાં કોરોનાનો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ભારતમાં આ સમયે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સુંદર પિચાઇએ ઇન્ટરવ્યૂ દરમિયાન કોરોનાના ભયાનક સમયમાં અમેરિકા તરફથી ભારતને આપવામાં આવી રહેલી મદદની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, એ જાેવું સુખદ છે કે રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન ભારતની પરિસ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કંપની આ સમયે ભારતના સપોર્ટ માટે શું કરી રહી છે?

તો તેનો સુંદર પિચાઇએ જવાબ આપ્યો કે, અમારું સૌથી મોટું ફોકસ લોકો માટે યોગ્ય જાણકારી પહોંચાડવાનું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન પત્રકારે જણાવ્યું કે, એક ભારતીય-અમેરિકીએ કહ્યું છે કે આ સમયે માત્ર અમેરિકા પાસે જ એ ક્ષમતા છે કે તેઓ ભારતની મુશ્કેલી સરળ કરી શકે. પછી સુંદર પિચાઇને પૂછવામાં આવ્યું કે, પોતાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેનને શું સલાહ આપી છે? આ બાબતે સુંદર પિચાઇએ કહ્યું કે, વેક્સીન પ્રોડક્શન અને સપ્લાઈમાં ઘણું બધુ કરવામાં આવી શકે છે. ઓક્સિજન કંસન્ટ્રેટર સહિત અન્ય જરૂરી મેડિકલ ઉપકરણોની સપ્લાઈ ભારતને કરવામાં પણ આવી છે.

તમને જણાવી દઈએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કોરોના લડાઈમાં ભારતને ૧૦૦ મિલિયન ડૉલરની મદદનો વાયદો કર્યો છે. ગત શનિવારે અમેરિકા દ્વારા રાહત સામગ્રીનો ત્રીજાે પુરવઠો નવી દિલ્હી મોકલવામાં આવ્યો હતો. આગામી કેટલાક અઠવાડિયામાં કેટલાક વધુ પુરવઠા આવવાની આશા છે. શુક્રવારે અમેરિકાથી મેડિકલ સપ્લાઈનો પહેલો પુરવઠો ભારત પહોંચ્યો હતો. તેમાં ૪૦૦ ઓક્સિજન, ૯,૬૦,૦૦૦ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કીટ, ૧ લાખ દ્ગ૯૫ માસ્ક અને અન્ય મહત્ત્વપૂર્ણ મેડિકલ ઉપકરણ સામેલ હતા. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સુંદર પિચાઇએ ભારતમાં કોરોનાની પરિસ્થિતિ જાેતા ૧૩૫ કરોડ રૂપિયાના રીલિફ ફંડની જાહેરાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution