એક અમેરિકી મહિલા રેસિંગ ડ્રાઈવરને મર્યા પછી સૌથી તેજ સ્પીડથી કાર ચલાવવાના રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જેસી કાંબ નામની આ મહિલાનું મોત 27 ઓગસ્ટ 2019ને ઓરેગોનના અલ્વર્ડ ડેજર્ટમાં લેન્ડ-સ્પીડ રેકોર્ડને તોડવાના પ્રયત્ન દરમિયાન થયું હતું. આ દરમિયાન તેની જેટ પોવર્ડ કારે 841 કિમી પ્રતિ કલાકની સ્પીડ પાર કરી લીધી હતી.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે આ વાતની પુષ્ટી કરી છે કે, 39 વર્ષની કાંબિની કારે 40 વર્ષ પહેલાં કોઈ મહિલા દ્વારા સૌથી ઝડપી સ્પીડે કાર ચલાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ રેકોર્ડ અમેરિકન સ્ટંટમેન કીટી ઓનીલ નામે હતો. 1976માં આલ્ફર્ડ ડેઝર્ટમાં 823 પ્રતિ કલાકની સ્પીડથી કાર દોડાવી હતી.

કાંબની પાર્ટનર ટૈરી મૈડેનએ આ રેકોર્ડની પુષ્ટી કરતા જણાવ્યું કે, આના માટે તે મરી ગઈ એટલા માટે કોઈ પણ રેકોર્ડ આનાથી મોટો ન હોઈ શકે. આ એવો લક્ષ્યઆ હતો જેને તે હંમેશાથી ચાહતી હતી. મને મારી સાથી પર ગર્વ છે. પોલીસ તપાસમાં મિકેનિકલ ફેલ્યોરની પુષ્ટી દુર્ઘટના બાદ પોલીસે તપાસમાં કારનું એક પૈડું મિકેનિકલ ફોલ્ટના કારણે કામ કરતુ બંધ થયું હોવાનું જાણ્યું હતું. જેના કારણે કાંબની કાર દુર્ઘટનાનો શિકાર બની. અમેરિકાના હાર્ની કાઉન્ટી શેરિફ કાર્યાલય કહે છે કે, દુર્ઘટના સમયે કારની સ્પીડ 800 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. માથા પર વાગવાથી થયું હતું મોત. પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ કાંબના માથા પર વાગવાથી થયું હોવાનું જણાવ્યું છે. દુર્ઘટના બાદ કારમાં આગ પણ લાગી ગઈ હતી. જો કે, તેને પહેલાં જ કાઢી લેવામાં આવી હતી.