પાલનપુર-

પ્રેમને કોઇ સીમા કે બંધનો નડતા નથી. પ્રેમીપંખીડા સાત સમુંદર પાર પોતાના પ્રેમને મળવા માટે પહોંચી જાય છે. ત્યારે ક્યારેક પકડાઇ જતાં તેમને મળવાની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. ત્યારે આવી ઘટના બનાસકાંઠાથી સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવક નું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવક ગ્ર્રામજનોના હાથે પકડાઇ જતાં તેનું મુંડન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ વીડિયોને વાયરલ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા છેવાડાના તાલુકાના લાખડી નજીક કુડા ગામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે કોટડા ગયો હતો. આ દરમિયાન તે ગ્રામજનોના હાથે ઝડપાઇ જતાં ગ્રામજનોને તાલિબાની સજા ફટકારી હતી. ગ્રામજનોએ યુવકનું મુંડન કરાવી તેનો વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ તેને વાયરલ કર્યો હતો. જાેકે આ મામલે હજી સુધી પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જેમાં લોકો પોતે જ સજા ફટકારતા હોય છે. તાજેતરમાં જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. કારણ કે તેણે એક દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જે બાદ લોકોએ તેને પકડીને બાંધી દીધી હતી. વીડિયો વાયરલ (ફૈટ્ઠિઙ્મ ફૈઙ્ર્ઘી) થતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને કાર્યવાહી હાથ ધરી હતી.