યુવાનના મિત્રએ જ છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી દીધી
29, જુન 2021 693   |  

ભાવનગર, ભાવગનરના બજારમાં ખૂની ખેલ ખેલાયો હતો. યુવકની તીક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જન્મદિવસના દિવસે જ યુવકની હત્યા થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જાે લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા યુવકનું નામ ગોપાલ રાઠોડ જાણવા મળ્યું હતું. ે ભાવનગરની મેઈન બજારમાં યુવાનની હથિયારનાં ઘા જીકી હત્યા કરાતા મેઈન બજારમાં સોપો પડી જવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ નામના યુવાનની શહેરની મેઈન બજાર, હિંમતભાઈ પુરીશાકવાળા ખાંચામાં કોઈ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ઘસી આવી ગોપાલની ઉપર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી. ગંગાજળીયા પોલીસ, એલ.સી.બી. સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મરનાર યુવાનનો જન્મદિવસ હોવાનું જાણવા મળ્યું હતું. જન્મદિવસે જ યુવકની હત્યા થતા પરિવારજનોમાં શોક સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે. ભાવનગર ડીવાયએસપી સૈયદ દ્વારા જણાવ્યું હતું કે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ચતુર મેહતાની ગલી પાસે યુવાનની હત્યા થઈ છે. આ બનાવનું પ્રાથમિક કારણ જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવા બેઠા એમાંથી કાઈ ઝઘડો થયો એમાંથી બોલાચાલી માંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આ હત્યાનો બનાવ બન્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution