05, ફેબ્રુઆરી 2021
મુંબઇ
અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયાની સાથે સાથે અંગત જીવનમાં પણ આખાબોલા સ્વભાવ માટે જાણીતી છે. આ દિવસોમાં તે ખેડૂત આંદોલન વિશે અનેક પોસ્ટ રજુ કરી રહી છે. જેના કારણે તે ફિલ્મ જગતના સ્ટાર્સ સાથે દલીલ પણ સર્જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી તાપસી પન્નુના ટ્વિટ બાદ બંને વચ્ચે કીબોર્ડ વોર જામી હતી.
કંગના અને તાપસીની ટક્કર
તાપસી પન્નુએ ખેડૂત આંદોલનના મુદ્દે ટ્વીટ કર્યું હતું. જેના પર કંગના રનૌત ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને સીધા શબ્દોમાં તેણે તાપસી પર હુમલો કર્યો હતો. કંગનાએ તાપસીને ‘બી ગ્રેડ’ અને મફતખોર ગણાવી હતી. જે બાદ તાપસી પન્નુ કંગના પર પલટવાર કર્યો છે અને કહ્યું છે કે કંગનાનો DNA ઝેરી છે.


ટ્વિટર પર લોકોએ આપેલી પ્રતિક્રિયાના જવાબમાં તાપસી પન્નુએ કટાક્ષમાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર અને પેટન્ટ માત્ર એક જ વ્યક્તિને છે અને તે કંગના રાનાઉત છે. આ સાથે તેણે લખ્યું ઝેર અને ગાળો કંગનાના ડીએનએમાં છે.
ટ્વિટ દ્વારા તાપસીએ રિહાનાની ટ્વિટનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. તાપસીએ લખ્યું હતું કે ‘જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. ના કે અન્ય લોકો માટે પ્રોપેગેંડા ટીચર બનવું જોઈએ.’