અભિનેતા અશ્મિત પટેલ તેની કાર્રકિદીની શરૂઆતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.’કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ની અભિનેત્રી અમીષા પટેલના ભાઈ અશ્મિતે હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. અશ્મિતે જણાવ્યું કે એકવાર સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેર વચ્ચે જાેરદાર લડાઈ થઈ હતી. લડાઈને તોડવા માટે અશ્મિતે બંને તરફથી મુક્કાનો સામનો કરવો પડ્યો હતો.અશ્મિતે સિદ્ધાર્થ કન્નન ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સોહેલ ખાન અને સિકંદર ખેર વચ્ચે લડાઈ થઈ હતી. હું તેમાં સામેલ પણ નહોતો. હું બંનેને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં સિકંદરને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કર્યાે. તે આગ્રહ રાખતો હતો કે તે સોહેલ સાથે વાત કરશે. મેં તેને કહ્યું કે આ યોગ્ય સમય નથી અને જ્યારે બધા શાંત હોય ત્યારે તેણે વાત કરવી જાેઈએ.સિકંદર સાથેની મિત્રતા તૂટવા અંગે વાત કરતાં અશ્મિતે કહ્યું, ‘ત્યારબાદ સોહેલ ભાઈ બહાર આવ્યા અને ફરી તેઓ એકબીજા પર મુક્કા મારવા લાગ્યા. અને મેં ફરીથી બંનેને રોકવાની કોશિશ શરૂ કરી. એક તબક્કે સિકંદરે મને ધક્કો મારીને કહ્યું, ‘કેમ દખલ કરી રહ્યા છો?’ હું વાસ્તવમાં બંને બાજુથી ફટકો પડી રહ્યો હતો કારણ કે જ્યારે તમે લડાઈની વચ્ચે હોવ ત્યારે તમે ન ઇચ્છતા હોવ તો પણ તમને ફટકો પડે છે. પછી મને ગુસ્સો આવ્યો. હું તેને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો અને તેણે મારા પર હાથ ઉપાડીને મારી સાથે દુર્વ્યવહાર કર્યાે. પછી કદાચ મેં પણ તેના પર હાથ ઉપાડ્યો. તે કદાચ હજુ પણ આ માટે મારાથી નારાજ છે.