મતદાન દરમિયાન ઇવીએમ ખોટકાવાના અને પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ઢગલેબંધ બનાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   1584

અમદાવાદ ના ખોખરા વોડઁ મા સેવન્થ ડે સ્કુલ માં મતદાન મથક નંબર-૬ રુમ નંબર પાંચ માં બોગસ મતદાન ને લઈને હોબાળો થયો હતો..બન્ને પક્ષના ના એજન્ટ ઓ એ તેમના ઉમેદવારોને બોલાવી લીધા હતા..મતદાન અધિકારી ઓ એ મામલો થાળે પાડી ને મતદાન પ્રક્રિયાને ચાલુ રખાવી હતી..થોડીક મિનિટો માટે મતદાન અટકાવવા માં આવ્યું હતું.. જાેકે સમાન નામ ધરાવતા મતદાર ને લઈ ને હોબાળો થયો હતો .ખોખરા પોલીસ ને જાણકારી મળતા પોલીસ ની ત્રણ ગાડી ઓ અને ડી સ્ટાફ ના જવાનો આવી ને મતદાર સિવાય ના રાજકીય કાર્યકરો ઓને બહાર મોકલી ને છેલ્લી ઘડી ના મતદાન માટે આવતા નાગરિકોને મતદાન મથક ની અંદર લઈ જવા ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરી હતી. એલિસબ્રિજ ગુજરાતી શાળા નંબર ૧૪માં હોબાળો થયો છે. અંતિમ ઘડીના મતદાન સમયે મતદારો અને હોમગાર્ડ વચ્ચે મતદાન મથક પર ઘર્ષણ થયું છે. હોમગાર્ડ દ્વારા મતદારનું ગળું દબાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ સ્કૂલમાં પણ મતદારો જાેવા નથી મળી રહ્યા. ખાસ કરીને આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે અતિશય ગરમી હોવાને કારણે મોટાભાગના લોકોએ વહેલી સવારે જ મતદાન કરી લીધું હતું. અમદાવાદના ખાડિયા વોર્ડમાં બાલભવન ખાતે કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાવવામાં આવતું નહોતું, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા બુથ ઉપર મતદાન બંધ કરાવવામાં આવ્યું હતું. મતદાન બંધ કરાવી અને હોબાળો કરવામાં આવ્યો હતો. જાેકે રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે ઈફસ્ મશીન બદલી નાખવામાં આવ્યું હતું. મતદાન મથક પર બુથ બંધ કરાવી દેવામાં આવ્યું હતું, જેના પગલે તાત્કાલિક ધોરણે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને તેમનો પુત્ર જૈવલ ભટ્ટ સહિતના ભાજપના કાર્યકર્તાઓ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને ઇવીએમ બદલી નાખવામાં આવતા મતદાન ચાલુ કરવામાં આવ્યું હતું. વાસણા વોર્ડમાં બુથ નંબર ૪૩ , જીબી શાહ કૉલેજમાં બેલેટ યુનિટ માં એક બટન હાર્ડ હતું પણ મત આપ્યા પછી લાલ લાઉટ થતી હતી જે બાબતે માસ્ટર ટ્રેનર એ તપાસ કરીને કર્યું હતું કે મશીન ચાલુ હતુ છે તેમ છતાં તે બૂથમાં બીયુ બદલ્યુ હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution