શહેરા પાલીકામા ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ જામશે
15, ફેબ્રુઆરી 2021 1485   |  

શહેરા,  શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા રાજકીય પક્ષો દ્વારા ૨૦૪ જેટલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, જ્યારે ભાજપમાંથી અમુકને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તાલુકામાં પ્રથમ વખત માતરિયા વ્યાસની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરતા આ વખતની ચૂંટણી રસાકસી બની રહે તો નવાઈ નહીં.શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ૧૧૨, જિલ્લા પંચાયતમાં ૨૩ અને નગરપાલિકામાં ૬૯ મળીને કુલ ૨૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાાલુકામાં ૨૧૩ જેટલા મતદાન મથકો પર સ્ત્રી-૮૯૩૫૨ જ્યારે પુરૂષ-૯૪૭૩૮ મળી કુલ ૧,૮૪,૦૯૦ જેટલા મતદારો છે જ્યારે નગરપાલિકામાં પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ ૧૬,૧૫૪ મતદારો આ વખતની ચુંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર છે, પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ન હોવાથી ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામનાર છે, ત્યારે ઉમેદવારો પોતે બિનહરીફ થાય તે માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે,ત્યારે મતદારો પણ આ વખતની ચૂંટણીમાં કયા ઉમેદવાર પર પોતાનો પસંદગીનો કળશ ઢોળશે તે જાેવું જ રહ્યું છે. ભાજપ દ્વારા આ વખતની ચુંટણીમાં શિક્ષિત અને યુવા ઉમેદવારોને ટિકિટ આપતા યુવાનો માં પણ ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો હતો, હવે જાેવું બની રહ્યું કે કોંગ્રેસ આ વખતની ચુંટણીમાં ભાજપ સામે કેટલી મજબૂતાઇ થી ચુંટણી લડશે શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-૨માં આ વખતની ચુંટણી રસાકસી બની રહેશે તેવું લાગી રહ્યું છે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પુત્ર શ્વેત પાઠકે ફોર્મ ભર્યા પછી ઉમેદવારી કરવાની ના પાડતા છેલ્લા સમયે ભાજપના સક્રીય કાર્યકર વિવેક પંચાલને ઉમેદવારી નોધાઈ હતી. જ્યારે માજી નગરપાલિકાના પ્રમુખ પ્રેમલતાબેન પાઠકના પુત્ર સુરેશ પાઠક એ ભાજપની સામે જ અપક્ષમાં ઉમેદવારી કરી ને જીત પાકી હોવાનુ જણાવ્યુ હતુ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution