11, માર્ચ 2025
6930 |
નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આજે ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે.આ નવા બિલને સંસદમાં મંજૂરી મળી તો તે ફોરેનર્સ ઍક્ટ, ૧૯૪૬, પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા) ઍક્ટ, ૧૯૨૦, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ ઍક્ટ, ૧૯૩૯ અને ઇમિગ્રેશન (કરિયર લાયબિલિટી) ઍક્ટ, ૨૦૦૦નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરવા, ઇમિગ્રેશન પર નિયંત્રણો લાદવા તેમજ વિદેશીઓના પ્રવેશ અને રોકાણ શરતોને વધુ કડક બનાવવાનો છે.
કેન્દ્રીય રાજ્ય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તરફથી આ બિલ રજૂ કરતા કહ્યું હતું કે, હું અમિત શાહ તરફથી પ્રસ્તાવ મૂકી રહ્યો છું કે, ભારતમાં પ્રવેશ અને બહાર જનારા વ્યક્તિઓના પાસપોર્ટ અને દસ્તાવેજાેની જરૂરિયાતોને નિર્ધારિત કરતાં કેન્દ્ર સરકાર અમુક સત્તાઓ સોંપશે, તેમજ વિદેશીઓ દ્વારા ઇમિગ્રેશન કાયદાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખતી જાેગવાઈઓ ઘડવામાં આવશે. જેમાં વિઝા અને રજિસ્ટ્રેશનની જરૂરિયાત સામેલ છે. કરું છું.