દિલ્હી-

ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ sandesએપમાં ઘણાં શાનદાર ફિચર્સ છે. આ એપની મુખ્ય બાબત એ છે કે સ્વદેશી હેવાને લીધે આ એપમાંથી ડેટા ચોરી થવાની સંભાવના ઓછી છે. પણ તેની સાથે આ એપમાં ઘણાં એવા પણ ફિચર્સ છે જે અત્યારસુધી વોટ્સએપે પણ નથી આપ્યા.

sandesથી પ્રોફાઇલને દમદાર બનાવો

આ એપમાં તમે પ્રોફાઈલને વધારે દમદાર બનાવી શકો છો. એટલે કે તમે sandes એપમાં તમારો જન્મદિવસ અને પ્રોફેશનની ડિટેલ્સ પણ નાંખી શકો છો. આ ફિચર વોટ્સએપમાં નથી જોવા મળતા.

મેઇલ થકી પણ મિત્રો સાથે જોડાઈ શકો છો

દેશમાં લોકોનાં યૂઝને ધ્યાનમાં રાખીને sandes એપમાં તમને ઘણાં શાનદાર ફીચર્ચ મળે છે. જેમાં કોઈ દોસ્ત કે સંબંધી સાથે જોડાવા માટે તમારે ફક્ત તમારા મોબાઈલ નંબર પર નિર્ભર રહેવાની જરુર નથી. તમે તમારા દોસ્તો અને સંબંધીઓને ઈમેલ દ્વારા પર sandes એપ સાથે જોડી શકો છો.

ઈમેલથી પણ લોગઈન કરી શકો છો

sandesએપમાં ફક્ત મોબાઈલ નંબર જ નહીં પણ ઈમેલ આઈડીથી પણ લોગઈન કરી શકો છો. જેની સારી વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ ડિવાઇસ પર sandes એપને ચલાવી શકો છો.

ચેટબોટ રહેશે હેલ્પ માટે તૈયાર

છેલ્લા ઘણાં વર્ષોમાં વોટ્સએપ યૂઝર તેની કોઈ પણ સમસ્યા માટે એક ચેટોબોટની માંગ કરી રહ્યું છે. sandes એપ દ્વારા લોકોની આ સમસ્યાને પહેલાજ સોલ્વ કરી દીધી છે. જો તમારા sandesએપમાં કોઈ સમસ્યા આવે છે તો તેનાં ઉપાય માટે પહેલાથી જ તમાર પાસે chatbot તૈયાર છે. તેમાં જ્યારે હેલ્પ ટાઈપ કરશો ત્યારે ચેટબોટ તમારી મદદ માટે તૈયાર રહેશે.

લોગઆઉટની સુવિધા પહેલાથી જ

હાલમાંજ લોન્ચ થયેલ sandes એપની એક ખુબી એ છે કે તમને તેમાં લોગઆઉટનું ઓપ્શન મળી રહે છે. જેનો અર્થ એ કે તમે એપથી બ્રેક લેવા માંગો છો તો તમે તેને લોગઆઉટ કરી શકશો. વોટ્સએપ પણ આવુ એક ફિચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે પણ હજું સુધી લોન્ચ નથી થયું