07, માર્ચ 2021
198 |
મુંબઈ-
અભિનેત્રી તાપસી પન્નૂ અને ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓને દરોડામાં ૬૫૦ કરોડ રૂપિયાથી વધુની હેરાફેરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તાપસી પન્નૂએ ત્રણ ટ્વીટ કરીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. આ સાથે જ અનુરાગ કશ્યપે પણ આઈટીના દરોડા બાદ પહેલીવાર ટ્વીટ કર્યું છે. જાે કે, હંમેશની જેમ, આ સમયે તેની પ્રતિક્રિયા આપવાની રીત થોડી અલગ છે. અનુરાગ કશ્યપે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે કહ્યું છે કે તેણે તેની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અનુરાગ કશ્યપે તાપસી પન્નૂ સાથેની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, તેની ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ ફરી શરૂ થયું છે.