09, ડિસેમ્બર 2020
લોકસત્તા ડેસ્ક
શરીરને રોગોથી સુરક્ષિત રાખવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિ ડ્રાયફ્રુટ ખાવાનું ફાયદાકારક માને છે. મોટાભાગના લોકોની બદામ ફેવરિટ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા ગુણોથી ભરેલી હોવા છતાં, કેટલાક લોકો માટે બદામ યોગ્ય માનવામાં આવતી નથી. આજે તમને જણાવીએ કે કયા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.
- એલર્જીથી પીડાતા લોકોએ બદામનું સેવન કરવું જોઈએ નહીં. એલર્જી હોય તો બદામનું સેવન કરવાથી ત્વચામાં બળતરા, ખંજવાળ, સોજો, શ્વાસ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે.
- જો તમે આંતરડાને લગતી સમસ્યાઓથી પરેશાન છો, તો બદામનું સેવન ન કરો. તેમાં ફાયબર હોય તો છે. પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી આંતરડા અને પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
- જો તમે વિટામિન-ઇ માટે કોઈ સપ્લીમેન્ટ લઈ રહ્યા છો તો બદામનું સેવન ન કરો, તેનાથી તમારા સ્વાસ્થ્યને લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેના કારણે શરીરમાં થાક, નબળાઇ, માથાનો દુખાવો, આંખોની ઝાંખપ, ઝાડા અને પેટને લગતી અન્ય સમસ્યા થઈ શકે છે.
- જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય છે તેમણે બદામ ખાવાનું પણ ટાળવું જોઈએ. તેના સેવનથી બીપીની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં જો તમે તેને ખાવા માંગતા હોય તો પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરો.
- કિડની સ્ટોન અને પિત્તાશયની તકલીફમાં બદામનું સેવન ફાયદો કરવાને બદલે દર્દીઓને નુકસાન પહોંચાડે છે.