તમારા વાળ મૂળથી નેચરલી કાળા કરી દેશે આ નુસખાઓ

લોકસત્તા ડેસ્ક

વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો પરેશાન છે. ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ડાયટ હેબિટ્સ અને વધતું સ્ટ્રેસ નાની ઉઁમરમાં વાળ સફેદ થવાના મુખ્ય કારણો છો. પરંતુ જો તમે તમારા સફેદ વાળને વધુ સફેદ થતાં રોકવા માગો છો અને મૂળથી વાળ નેચરલી કાળા કરવા માગો છો તો કેટલાક ખાસ ઉપાય તમારી મદદ કરી શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ખાસ પ્રયોગ

વાળને દેશી રીતે કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નિલગિરી)નું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં અટકે છે.

વાળ ધોવા માટે લીંબુનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.

વર્તમાન સમયમાં 18-19 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે. ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે. વાળ કાળા થવા લાગે છે.

પ્રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે સફેદ વાળની સમસ્યા. જેના માટે વાળમાં દેશી ઘીની માલિશ કરવાનું શરૂ કરી દો. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.

નાની ઉંમરમાં સફેદ વાળ જોવા મળે છે. ખાસ કરીને સફેદ વાળ માટે જિનેટિક્સ (ફેમિલી હિસ્ટ્રી), ન્યૂટ્રીશનની કમી અને થાઈરોઈડ જેવા ડિસીઝ જવાબદાર હોય છે. તમે 2 રૂપિયાની ફટકડી લાવીને તેનો લાભ લઈ શકો છો. તેના માટે અડધી ચમચી ફટકડીનો પાઉડર લઈ તેમાં રોઝ વોટર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને તમારી સ્કેલ્પમાં લગાવો. જો દાઢી-મૂંછ સફેદ થઈ રહ્યાં હોય તો ત્યાં પણ લગાવી શકો છો. પછી 30 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2 વાર કરવો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution