રાંચી-

હરિયાણાને પગલે ચાલતા ઝારખંડની હેમંત સોરેન સરકારે પણ ખાનગી સેક્ટરમાં ૩૦ હજાર રુપિયાના પગારવાળી નોકરી સ્થાનિક લોકો માટે અનામત રાખવાની રોજગાર નીતિને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર મુખ્યમંત્રી હેમંત સોરેન ૧૭ માર્ચ વિધાનસભાના સત્ર દરમિયાન આ નવી નીતિની જાહેરાત કરવાના છે. હાલમાં આ રોજગારી નીતિ પર કામ ચાલી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં વિધાનસભામાં જાહેર કરવામાં આવશે.

ઝારખંડ કેબિનેટના ર્નિણય અુસાર રાજ્યના મંત્રીઓના વેતન અને ભથ્થામાં પણ સુધારો કરાયો છે. આ સુધારા અુસાર હવે ઝારખંડના મંત્રીઓની સારવાર રાજ્ય બહારની કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં થઈ શકશે અને સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તે ઉપરાંત જાે એર એમ્બ્યુલન્સની પણ જરુર પડશે તો તેનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવવા તૈયાર છે.

ઝારખંડના એક મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં સ્થાનિકો કોને ગણવા તે નક્કી કરવા માટે એક પેટા કમિટીની રચના કરવામાં આવશે અને કમિટિના ર્નિણયને આધારે સ્થાનિક રોજગારી નીતિ ઘડવામાં આવશે અને તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.