દિલ્હી-

દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાના રાહતના સમાચાર વચ્ચે મળેલા એક ચિંતાજનક સમાચાર અંતર્ગત હવે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના કોરોના  વેરીઅન્ટ વાયરસ પણ ભારતમાં પ્રવેશી ચૂક્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પહેલા ભારતમાં બ્રિટનના વેરીઅન્ટના ફેલાયાથી ફફડાટ પેઠો હતો. દેશમાં અત્યાર સુધીમાં એના 187 કેસો નોંધાયા હતા. 

મંગળવારે આઈસીએમઆરના બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, જાન્યુઆરીમાં ભારતમાં સાઉથ આફ્રિકાનાથી સંક્રમિત એવા ચાર દર્દીઓ નોંધાયા છે, જ્યારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બ્રાઝિલિયન કોરોના વેરીઅન્ટથી સંક્રમિત દર્દી નોંધાયા હતા. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાથી આવેલા બે જ્યારે અંગોલા અને તાન્ઝાનિયાથી આવેલા એક-એક દર્દીઓમાં આ વેરીઅન્ટના લક્ષણો નોંધાયા હતા. તેમને ક્વોરન્ટાઈન કરાયા છે. આઈસીએમઆર દ્વારા આ સંક્રમિત દર્દીઓમાંથી વાયરસના સેમ્પલો અલગ કરવા પ્રયાસ થઈ રહ્યો છે. બ્રાઝિલનો વેરીઅન્ટ પણ ઘણો બદલાઈ ગયો છે અને દુનિયાના 15 જેટલા દેશોમાં અત્યાર સુધી ફેલાઈ ચૂક્યો છે. બ્રાઝિલથી આવેલા એક વ્યક્તિમાં તે દેખાયો છે. 

અત્યાર સુધીમાં બ્રિટનથી આવેલા કોરોના સ્ટ્રેન  સાર્સ-કોવ-ટૂથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 187 છે.