વડોદરા ઃ મોડીરાત્રે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જે પણ તત્વોએ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેમને છોડાશે નહીં અત્યાર સુધીમાં ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાની સહાયથી ૧૭ તોફાનીઓને પકડી લેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા પર પથ્થર મારવામાં આવ્યા છે. ૧૫ થી ૧૭ જેટલા પથ્થર મારનારને પકડી લીધા છે. એક એક વ્યક્તિને ૩૫૪ સીસીટીવી કેમેરાના માધ્યમથી એક એક વ્યક્તિઓની ઓળખ કરવાની કામીગરી ચાલુ છે. એકસ્ટ્રા ફોર્સિસ બરોડા ખાતે મોકલી આપવામાં આવી છે અને અનેક અનુભવી અધિકારીઓને પણ મોકલવામાં આવ્યા છે. કોમ્બિંગની કામગીરી ચાલુ છે અને હજી રાતભર સીસટીવી કેમેરા માધ્યમથી એક એક લોકોને શોધીને તમામ ગુનેગારો પર પગલા લેવામાં આવશે. રામનવમી યાત્રામાં જે કોઇ લોકોએ પથ્થર નાખ્યા છે તે ભવિષ્યમાં કયારેય પથ્થર તરફ જાેશે નહી એવા કડક પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.