ચહેરાને સાફ કરવા માટે તેને ધોવું જ પૂરતું નથી પણ તેને અંદરથી સાફ કરવું પણ જરૂરી છે. ચહેરાની બરાબર સફાઈ ન થવાથી ખીલ, બ્લેક હેડ્સ થવાની સાથે સ્કિન બેજાન અને ડ્રાય થઈ જાય છે. જેથી સ્કિનને સારી રાખવા અને શાઈની બનાવવા માટે ઘરેલૂ ક્લિંઝર બેસ્ટ ઉપાય છે. તેનાથી ચહેરામાં નિખાર પણ આવશે અને મુલાયમ પણ બનશે. ચાલો જાણીએ.

દૂધ છે નેચરલ ક્લિંઝર :

દૂધ એ બેસ્ટ નેચર ક્લિંઝર છે.આ બધાં પ્રકારની સ્કિન માટે ફાયદાકારક છે. આ ડેડ સ્કિન દૂર કરવામાં મદદ કરે છે અને સાથે જ ચહેરાનો નિખાર પણ વધારે છે. તેનાથી સ્કિન કોમળ પણ બને છે. 5 મોટી ચમચી ઠંડુ દૂધ લઈ તેમાં ચપટી મીઠું મિક્સ કરો. બંનેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને કોટન બોલની મદદથી ચહેરા અને ગરદન પર લગાવો. લગભર 1-2 મિનિટ રાખી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને પછી ધોઈ લો.

કાબુલી ચણા પાઉડર અને હળદર :

કાબુલી ચણા પાઉડર અને હળદર ખાસ કરીને સ્કિનને ક્લિન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલાં નેચરલ તત્વો રંગ નિખારે છે, ટેનિંગ દૂર કરે છે અને ડાઘ-ધબ્બા ઘટાડે છે. તેના ઉપયોગ માટે 2 મોટી ચમચી કાબુલી ચણા પાઉડર અથવા બેસન લઈ તેમાં 1 નાની ચમચી હળદર પાઉડર અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લોય પછી ચહેરા પર લગાવો 10 મિનિટ રાખો. પછી ચહેરો સહેજ રબ કરતાં દૂર કરો. સ્કિન સાફ થશે અને નિખાર આવશે.

મધ સ્કિનને રાખશે મોઈશ્ચરાઈઝ :

મધ એક નેચરલ ક્લિંઝર છે. આ સ્કિનમાં રહેલી ગંદકી દૂર કરે છે. સેન્સિટિવ સ્કિન માટે પણ તે ફાયદાકારક છે. 2 ચમચી મધમાં 1 નાની ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવી મસાજ કરો. પછી ફેસ વોશ કરી લો.