06, જુલાઈ 2021
990 |
ગાંધીનગર-
ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કલોલ શહેરને કોલેરા ગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ આજે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગર દ્વારા મળેલી ફાઇલ પર મંજૂરી અનુસાર કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા બે કિલોમીટરના વિસ્તારને કોલેરા ગ્રસ્ત તરીકે જાહેર કરું છું. એટલું જ નહિ, આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કલોલ મામલતદારની નિમણૂક કરું છું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી એક મહિના સુધી અમલમાં રહેશે.