આ ‘ડિકેડ’ ભારતનો ‘ટૅકેડ’ : પીએમ મોદી મહિનામાં બીજા સેમિકંડકટર પ્લાન્ટનું ઉદઘાટન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026  |   3069

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદથી કેઇન્સ સેમિકંડક્ટર ઓસાટ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાટ-ઓએસએટી) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે.

સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂ.૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું બારિક નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે.

આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરાયો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે.

તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution