જલ્દી જ લગ્ન કરવા જઇ રહી છે જાણીતી અભિનેત્રી,બનશે આ ઉદ્યોગપતિની પત્ની...
06, ઓક્ટોબર 2020 8811   |  

મુંબઇ 

સિંઘમ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે. કાજલના ચાહકો માટે આ માત્ર આશ્ચર્યજનક જ નહીં પરંતુ ખૂબ જ સારા સમાચાર પણ છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે કાજલનો પરિવાર તેના માટે છોકરાની શોધમાં હતો અને હવે તેની શોધ પુરી થઈ છે. તેમને એક છોકરો મળી ગયો છે અને કાજલ જલ્દીથી લગ્ન કરી લેશે.

એક અહેવાલ મુજબ, કાજલ અગ્રવાલ ઉદ્યોગપતિ ગૌતમ કીચલૂ સાથે સાત ફેરા લેવાની છે. કાજલ ગૌતમના માતા-પિતા સાથે મંદિરોની મુલાકાત લેતી નજરે પડી હતી. જોકે, આ બંનેના લગ્ન અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સમાચારો અનુસાર કાજલના માતાપિતા હવે તેમના લગ્ન જોવા માગે છે. તે લાંબા સમયથી તેની પુત્રી માટે સારા છોકરાની શોધમાં હતા. હવે જ્યારે તે છોકરાને મળી ગયો છે, તો તેઓ આ શુભ કાર્યમાં વિલંબ કરવા માંગતા નથી. કાજલ છેલ્લા 16 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તેમણે 'ક્યું હો ગયા' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી, તે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ વળી તે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી છે. હવે તેણે હિન્દી ફિલ્મોમાં પણ સારી એવી ઓળખ બનાવી છે. 

કાજલ અગ્રવાલ સિંઘમમાં અજય દેવગન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની અભિનયથી દર્શકોના હૃદયમાં સ્થાન બન્યું હતું. સિંઘમ સિવાય કાજલે સ્પેશિયલ 26, “દો લાફજો કી કહાની” જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution