નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો.

સામગ્રી:

6 બટેટા,4 ટેબલસ્પૂન કોથમીર,3 ઝીણાં સમારેલા લીલા મરચાં,દોઢ ટી-સ્પૂન આમચૂર પાવડર,1 ટી-સ્પૂન લાલ મરચાંનો પાવડર,નમક સ્વાદ અનુસાર,4 કપ પાણી8 બ્રેડ સ્લાઈસ1 કપ ગ્રીન ચટણીવાંચો, 

ખીરું પલાળવા માટેની સામગ્રી :

3 કપ બેસન,1 ટી-સ્પૂન અજમો,2 ટી-સ્પૂન લાલ મરચાંનો પાવડર,1 ટી-સ્પન ગરમ મસાલો,એક ચપટી હીંગ,નમક સ્વાદ અનુસાર,તેલ(તળવા માટે)

બનાવની રીત:

સૌથી પહેલા પ્રેશર કૂકરમાં 3-4 સીટી વાગે ત્યાં સુધી બટેટાને બાફો. થોડી વાર પછી તેને કુકરમાંથી કાઢીને છાલ કાઢીને મૅશ કરી લો.હવે આ બટેટામાં કોથમીર, લીલાં મરચાં, એક ચમચી લાલ મરચાંનો પાવડર, આમચૂર પાવડર અને મીઠું નાખો અને સારી રીતે મિક્સ કરો.

એક વાસણમાં બેસન, અજમો, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, હીંગ અને મીઠું નાખો. જરુર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લો.ખીરાની તીખાશ ચાખી લો અને 2-3 ટીપાં તેલ નાખીને એક બાજુ મુકી દો. હવે બ્રેડને ત્રિકોણ અથવા તમારી મરજીના આકારમાં કાપો.કાપેલી બ્રેડ પર એક બાજુ પહેલા લીલી ચટણી લગાવો અને પછી તેના પર બટેટાનું સ્ટફિંગ પાથરો. આના પર બ્રેડનો બીજો ટુકડો મુકો.હવે આ બ્રેડને ખીરામાં નાખો અને બન્ને બાજુ ખીરું બરોબર લાગે તેનું ધ્યાન રાખો. સ્લો ફ્લેમ પર એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ખીરામાં ડિપ કરેલા બ્રેડને તળો. ગરમાગરમ બ્રેડ પકોડા તૈયાર છે.