શહેનાઝ ગીલે આ રીતે ઉજવ્યો જન્મદિવસ,સિદ્ધાર્થે ફેંકી પુલમાં 

મુંબઇ

'બિગ બોસ 13' ફેમ પંજાબી સિંગર અને એક્ટ્રેસ શહેનાઝ ગિલનો આજે (27 જાન્યુઆરી)એ 28મો જન્મદિવસ છે. શહેનાઝ ગિલે 28મા બર્થ ડેનું સેલિબ્રેશન ફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લા અને તેના પરિવાર સાથે કર્યું હતું. શહેનાઝ ગિલે ઈન્સ્ટાગ્રામ પર બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવતા વિડીયો શેર કર્યા છે.

એક વિડીયોમાં શહેનાઝ ગિલ કેક કાપતી જોવા મળે છે. કેક કાપતાં પહેલા શહેનાઝે સૌને હેપી બર્થ ડે સોન્ગ ગાવાનું કહ્યું હતું. કેક કાપ્યા પછી શહેનાઝ સૌથી પહેલો ટુકડો સિદ્ધાર્થ શુક્લાને ખવડાવવા જાય છે પરંતુ એક્ટરે શહેનાઝને પહેલો ટુકડો તેની મમ્મી અને બહેનને ખવડાવાનું કહ્યું હતું. શહેનાઝની બર્થ ડે પાર્ટીમાં સિદ્ધાર્થના પરિવાર ઉપરાંત શહેનાઝની મમ્મી અને બહેન પણ હાજર રહ્યા હતા. 'બિગ બોસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાની બહેને તેને શહેનાઝનો બર્થ ડે હોવાથી તેને પણ કેક ખવડાવાનું કહ્યું હતું. 


કેક કટિંગ બાદ સિદ્ધાર્થ શહેનાઝને એક સરપ્રાઈઝ આપવા લઈ ગયો હતો અને આ અંગે તેને ચેતવી પણ હતી. શહેનાઝને 'બર્થ ડે બમ્પ્સ' મળ્યા હતા પરંતુ થોડા અલગ અંદાજમાં. સિદ્ધાર્થ અને તેના જીજાજી શહેનાઝને સ્વિમિંગ પૂલ પાસે લઈ ગયા. ત્યાં જઈને બંનેએ 27 સુધીની ગણતરી કરી અને પછી તેને પૂલમાં ફેંકી હતી. ત્યાં હાજર બાકીના પરિવારજનો પણ બર્થ ડે પર થઈ રહેલી આ મસ્તીની મજા લેતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે સિદ્ધાર્થ શુક્લાનો બર્થ ડે હતો ત્યારે તેણે પણ શહેનાઝ અને પોતાના પરિવાર સાથે સેલિબ્રેશન કર્યું હતું. સિદ્ધાર્થને બર્થ ડે પર બહેન અને જીજાજી તરફથી 40 બર્થ ડે બમ્પ્સ મળ્યા હતા. 

સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલ 'બિગ બોસ 13'ના ઘરમાં મળ્યા હતા. અહીંથી જ તેમનું બોન્ડ ખૂબ મજબૂત થયું હતું. શહેનાઝે ઘણીવાર સિદ્ધાર્થ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જો કે, તેના એકતરફી પ્રેમના લીધે તે સિદ્ધાર્થ સાથેની દોસ્તીને મુશ્કેલીમાં મૂકવા નથી માગતી. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ અને શહેનાઝની જોડી SidNaaz તરીકે પોપ્યુલર છે. બિગ બોસના ઘરમાં બંને વચ્ચે ઝઘડા પણ થયા હતા અને પ્રેમાળ ક્ષણો પણ ફેન્સને જોવા મળી હતી. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13ની સૌથી ચર્ચિત જોડી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution