લોકસત્તા ડેસ્ક
નવરાત્રીના પાવન અવસરે ઘર ઘરમાં મા દુર્ગાની પૂજા અચર્ના કરવામાં આવે છે. અને આ સમયે અનેક લોકો ઘરે માતાજીના ઘટસ્થાપના કરી પૂજાવિધિ કરે છે. અનેક લોકો નવરાત્રીના નવે નવ દિવસ ઉપવાસ પણ રાખે છે. સાથે જ ઘરે ઘરે નવરાત્રીમાં માતાજીની આરતી અને પૂજાનો કાર્યક્રમ પણ થાય છે. નવરાત્રીના આ પાવન અવસર પર અનેક લોકો ખાસ માતાજીની પ્રસાદી બનાવે છે. અને માતાના પ્રસાદનું નવરાત્રીના સમયે ખાસ મહત્વ હોય છે.
નવરાત્રીના આ પાવન અવસર પર તમે જો માતાજીના પ્રસાદી બનાવાનું વિચારી રહ્યો છે અને તેમાં પણ હેલ્થ સાથે ટેસ્ટ મિક્સ થાય તેવી આશા રાખો છો તો અમારી પાસે તમારા માટે એક ખાસ રેસિપી છે. આ રેસિપી તમારા અને તમારા પરિવાર માટે હેલ્થી પણ છે અને તેમાં મીઠાશનો ટેસ્ટ પણ ભળશે.
સામાન્ય રીતે આપણે નવરાત્રીમાં માતાજીના પ્રસાદ તરીકે સોજીનો શીરો કે હલવો બનાવીએ છે. આ જ રીતેમાં ખાલી સામગ્રી બદલીને તમે તેને હેલ્થી પણ બનાવી શકો છો. તો જાણીલો સામગ્રી
1 વાટકી શેકેલી સોજી
1 વાટલી ડેટ સીરપ (ખજૂરનું મધ)
5 મોટી ચમચી સૂકું ક્રશ કરેલું કોપરું2 મોટી ચમચી ડ્રાયફ્રૂટનો ભુક્કો
2 વાટકી પાણી કે દૂધ (ઇચ્છા મુજબ)
ચપટી ઇલાયચીનો ભુક્કો
1 મોટી ચમચી ઘી
નોન સ્ટીકમાં ઘી મૂકી તેમાં સોજી નાંખો. તે પછી 2 મિનિટ બાદ ડ્રાયફૂટનો ભૂકો અને કોપરું નાંખો. એક-બે મિનિટ પછી તેમાં 2 કપ પાણી કે દૂધ, કાંતો એક કપ પાણી અને એક કપ દૂધ નાંખો. અને સારી રીતે ઉકળવા દો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને ઘી છૂટે એટલે તેમાં ડેટ સિરપ અને ઇલાયચી મીક્સ કરો અને થોડી વાર હલાવી ગેસ બંધ કરી લો. શીરો થાળીમાં પાથરી તેને ડ્રાયફ્રૂટ કે પછી દાક્ષની સજાવો. તમે સજાવટમાં ગુલાબની પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો.
Loading ...