પાપડી ચાટ તો તમે ઘણીવાર ખાધી હશે પરંતુ આજે અમે તમને ઈડલી ચાટ બનાવવાની રેસિપી જણાવીશું. ઈડલી ચાટ બનાવવામાં સરળ અને તેની સાથે ખાવામાં પણ ટેસ્ટી છે. આજે અમે તમને જણાવીશું ઈડલી ચાટ બનાવા માટેની રેસિપી. સામગ્રી

 સામગ્રી :

ઈડલી - ૫,દહીં - ૧ કપ,લીલા મરચા - ૨,અડદની દળ - ૧ ચમચી,ચોખાનો લોટ - ૩ ચમચી,નારિયેળ - ૧/૨ કપ (છીણેલુ),આદુ - ૧ ઇંચ,સરસોના બીજ - ૧/૪ ચમચી,ડુંગળી - ૨

 બનાવવાની રીત:

ઈડલી ચાટ બનાવવા માટે સૌ પ્રથમ ઈડલીને ટુકડામાં સમારી લો. ત્યારબાદ બાઉલમાં ચોખાનો લોટ, મરચું પાઉડર, હિંગ, મીઠું અને પાણી મિક્સ કરી એક પાતળી પેસ્ટ બનાવી લો. હવે ધીમી આંચ પર એક કઢાઈમાં નારિયેળ તેલ ગરમ કરો. હવે ઈડલી ક્યુબ્સને મિશ્રણમાં ડીપ કરી ગોલ્ડન બ્રાઉન થવા સુધી તેને શેકો અને અલગ રાખો. ત્યારબાદ બીજા બાઉલમાં નારિયેળ, લીલા મરચા, આદુ, કોથમીરના પત્તાને મીઠા સાથે ગ્રાઈન્ડ કરી લો. તેમાં દહીં મિક્સ કરો અને સાઈડમાં રાખો. હવે ફ્રાઈપેનમાં થોડું નારિયેળ તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ અને સરસોના દાણા નાખી શેકો. હવે ડુંગળી, આદુ અને લીલા મરચા બ્રાઉન થવા સુધી ફ્રાય કરો અને તેમાં ચપટી હિંગ મિક્સ કરો. હવે તેના પર દહીં, તળેલી ડુંગળી, કોથમીર અને લીલા મરચાથી ગાર્નિશ કરો. તૈયાર છે ઈડલી ચાટ.