ચોમાસાની ઋતુ શરૂ થતા જ અનેક વાનગી ખાવાની ઈચ્છા પરિવારની થતી હોય છે।  તેમાં આપણી જવાબદારી છે કે ખોરાક હેલ્ધી અને પૌષ્ટિક સાથે દરેકને અનુકૂળ હોવો જોઈએ તો તમારી માટે ખાસ વાનગી તૈયાર છે, તો ઝટપટ રેસિપી જાણી લો ,તમે આલુ ટિક્કી તો ખાધી હશે પણ આજે ટ્રાઈ કરો વેજ ટિક્કી જે હેલ્ધી પણ છે અને ખાવામાં પણ મજા આવશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે તો. આજે જ બનાવો વેજ ટિક્કી.

સામગ્રી:

1 નંગ છીણેલું ગાજર,200 ગ્રામ પનીરનું છીણ,1/2 કપ ઓટ્સનો લોટ,2 નંગ સમારેલાં લીલાં મરચાં,1 ચમચી મરચું,1/2 ચમચી હળદર,1 ચમચી ચાટમસાલો,સમારેલી કોથમીર,મીઠું- સ્વાદ મુજબ,તેલ - સાંતળવા માટે.

બનાવવાની રીત :

એક બાઉલમાં સમારેલું ગાજર, પાણી, ઓટ્સનો લોટ, લીલાં મરચાં, કોથમીર અને બધો મસાલો ભેળવો. તેમાં તમને ભાવતાં શાક જેવા કે કોબીજ, કેપ્સિકમ વગેરે પણ નાખી શકો છો.આ મિશ્રણની ટિક્કી બનાવો. ગરમ લોઢી પર ધીમી આંચે તેલ લગાવીને સાંતળો. તૈયાર વેજ ટિક્કીને ચટણી કે ચા સાથે સર્વ કરો.