02, ઓગ્સ્ટ 2020
ટ્રાવેલર્સ માટે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોનું એક લિસ્ટ જારી કરાયું છે, જેમાં ભારત 122માં નંબરે છે. ઇનશ્યોર્લી નામની એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કમ્પેરિઝન વેબસાઇટ દ્વારા જારી કરાયેલી આ યાદીમાં ફરવા માટે સૌથી સુંદર અને સુરક્ષિત દેશ કયો તે માટે 180 દેશોને રેન્કીંગ અપાયુ છે. આ રેંકિંગ કુદરતી આફતો, સ્વાસ્થ્ય સેવાઓ, ક્રાઇમ, આતંકવાદના ખતરા સહિત ઘણા માપદંડોને ધ્યાનમાં રાખીને અપાયું છે. ટ્રાવેલ લવર્સ માટે કેટલાક દેશો ફરવાનો બેસ્ટ વિકલ્પ છે.
સ્વિટ્ઝરલેન્ડ :
સહેલાણીઓ માટે આ દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે. સ્વિટ્ઝરલેન્ડનો 60 ટકા ભાદ આલ્પ્સ પર્વતોથી ઢંકાયેલો છે, તેથી ત્યાં સુંદર પર્વત, ગામ, તળાવો, ઘાસવાળી જમીન છે. સ્વિસ લોકોનું જીવનસ્તર દુનિયામાં સૌથી ઉચ્ચ જીવનસ્તરોમાં સામેલ છે.
સિંગાપુર :
સિંગાપુર ભારતીયોનું પસંદગીનું ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે. ઘણા લોકો અહીં પરિવારની સાથે રજાઓ માણવા આવે છે. તો કેટલાક તો હનીમુન માટે પણ આ જગ્યાની પસંદગી કરે છે. ટ્રાવેલર્સ માટે આ સૌથી સુરક્ષિત દેશ છે.
નોર્વે- લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન :
લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન તરીકે ઓળખાતો યુરોપિયન દેશ નોર્વે ટ્રાવેલર્સ માટે ત્રીજો સૌથી સુરક્ષિત દેશ છે. તેને સુર્યોદયનો દેશ કહેવાય છે. અહીં મેથી જુલાઇ સુધી લગભગ 76 દિવસ સુધી સુરજ ક્યારેય ડુબતો નથી. અહીં સતત દિવસ અને ત્યારબાદ લાંબા સમય સુધી રાત રહે છે.
લગ્ઝમબર્ગ :
ટ્રાવેલર્સ માટે સૌથી સુરક્ષિત દેશોના લિસ્ટમાં ચોથા સ્થાન પર રહેલો લગ્ઝમબર્ગ યુરોપનો એક નાનો પરંતુ અત્યંત સુંદર દેશ છે. આ દેશ તમે માત્ર બે કલાકમાં ફરી શકો છો. મોસેલ નદીના કિનારે આવેલા દ્રાક્ષના બગીચાઓ, આર્ડેનનો સુંદર બીચ, ઐતિહાસિક મહેલો અને જુના ફાર્મહાઉસ ધરાવતા આકર્ષક ગામ લોકોને આકર્ષે છે.
સાઇપ્રસ :
સાઇપ્રસ ભુમધ્યસાગરીય ક્ષેત્રમાં એક પ્રમુખ પર્યટન સ્થળ છે. પોતાની સંસ્કૃતિ, કળા, સંગીત, સાહિત્ય અને મજેદાર ફુડ્સ માટે ફેમસ સાઇપ્રસ ખુબ જ સુંદર છે. તે ટ્રાવેલર્સ માટે સૌથી સુરક્ષિત દેશોના લિસ્ટમાં પાંચમા સ્થાન પર છે.
આઇસલેન્ડ :
ટ્રાવેલર્સ માટે સૌથી સુરક્ષિત દેશોના લિસ્ટમા છઠ્ઠા નંબરે છે આઇસલેન્ડ. અહીં તમે કોઇ પણ તરફ નજર ફેરવશો તમને ખુબ જ સુંદર અને પિક્ચર પરફેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળશે.