સુંદર, ચમકદાર ત્વચાની ઇચ્છા દરેક મહિલાને હોય છે. પણ શિળાયામાં આવી ત્વચા મેળવવા માટે થોડી મહેનત કરવી પડે છે. મોટા ભાગે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં મોંઘા ફેશિયલ કરીને આવી ત્વચા મેળવવાનો પ્રયાસ કરે છે. પણ કેટલીક વાર પૈસા ખર્ચ્યા પછી પણ ચહેરા પર જોઇએ તેવો નિખાર નથી આવતો. ત્યારે અમે આજે તમને કેટલીક તેવી બ્યૂટી ટિપ્સ આપીશું જેનાથી તમારા બ્યૂટી પાર્લરના ખર્ચા પણ બચશે અને ચહેરા પર નિખાર પણ આવશે. સાથે જ ત્વચા ચમકદાર પણ બનશે.

આજે અમે તમને તેવા શાક વિષે વાત કરીશું તે તમારી ત્વચાને અંદરની નિખારશે. અને આ માટે તમારે બ્યૂટી પાર્લરના મોંઘા ખર્ચા પણ નહીં કરવા પડે. ટમાટું એક તેવું શાક છે જેમાં પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં છે. તેનો ઉપયોગ કરવાથી ડલ સ્કિન પણ ગ્લો કરવા લાગે છે. વળી તેમાં લાઇકોપીન પણ હોય છે જે એન્ટી ઓક્સીડન્ટનું કામ કરે છે. જે બોડીને ફ્રી રેડિકલ્સથી રક્ષા આપે છે. આ સન બર્ન અને બ્લેકહેડ દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. સાથે જ ત્વચાને ટાઇટ કરે છે. અને ખીલની સમસ્યામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

જો તમારી ત્વચા ઓઇલી છે તો ટામેટાનો આ ઉપયોગ તમને કારગર સાબિત થશે. સાથે જ તેનાથી ત્વચા પણ સાફ રહેશે. આ માટે ટામેટાને કાપીને તેને સીધું જ ચહેરા પર લગાવો. તમે ટામેટાને છીણી તેના છીણનું પેસ્ટ પણ લગાવી શકો છો. આ ટામેટાની પેસ્ટને 5 મિનિટ ચહેરા પર રહેવા દો અને પછી સાફ પાણીથી ચહેરાને સાફ કરો. 

ટામેટું જો રોમછિદ્ર ખુલી ગયા હોય તો તેની સમસ્યાને પણ અમુક હદ સુધી ઓછું કરે છે. વળી બ્લેકહેડ્સની સમસ્યા પણ આનાથી ઓછી થાય છે. જો તમને રોમ છિદ્ર વધુ હોય તો ટામેટાના રસને 5 મિનિટના બદલે 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો.