07, જુલાઈ 2020
1188 |
કોરોના વાયરસને પગલે ત્રણ મહિનાથી અટકેલી ફિલ્મો અને શોનું શૂટિંગ હવે શરૂ થઈ રહ્યું છે. તેમાં કપિલ શર્માનો શો પણ શામેલ છે. ચાહકો ઘણા સમયથી આ શોનું શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે તે સમય આવી જ ગયો છે.
કપિલ શર્મા શોનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યું છે અને શોની શરૂઆતના મહેમાનોમાં આવશે લોકડાઉનમાં જનતાનો 'વાસ્તવિક હીરો' રહેલો અભિનેતા સોનુ સૂદ.
અહેવાલ મુજબ શોનું શૂટિંગ જુલાઇના મધ્ય ભાગથી શરૂ થશે. નવા એપિસોડ માટેની સ્ક્રિપ્ટ્સ ફાઈનલ થઈ ગઈ છે. આ સિવાય કપિલ શર્મા સહિત ટીમની કાસ્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિહર્સલ કરી રહી છે. અર્ચના પૂરણ સિંહ પણ આ શોનો ભાગ રહેશે.
કોરોના વાયરસના પગલે સલામતીના ઘણા ઉપાયો હાથ ધરવામાં આવશે. મહેમાન સોનુ સૂદ સાથે ઘણા મોટા સુપરસ્ટાર જોડાય તેવી સંભાવના છે. પરંતુ વધુ મનોરંજક બનાવવા માટે શોમાં હંમેશની જેમ લાઇવ પ્રેક્ષકો નહીં હોય. કોરોના વાયરસનો પ્રકોપ જોઇને સામાજિક અંતર જાળવવાનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.