લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026 |
2079
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૨૬ની ચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય અમિત શાહને સોંપી દીધી હતી. આજે ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી. આ જાહેરસભમાં અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણીમાં મમતા દીદીની વિદાય નક્કી છે. હંુ બોરિયા બિસ્તરાં સાથે ૧૫ દિવસ પશ્ચિમ બંગાળમાં જ રહેવાનો છું. હવે તે સમગ્ર પશ્ચિમ બંગાળની જનતા કહી રહી છે કે, મમતા દીદીને વિદાય આપો.
અમિત શાહે પોતાની આગવી શૈલીમાં ભવાનીપુર ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું, બંગાળ રાજ્યમાં પરિવર્તન લાવવાની શક્તિ હવે તમારા હાથમાં છે. મારી પાસે તમારા માટે એક શોર્ટકટ છે. જાે ભવાનીપુરના લોકો આ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દ્રુ અધિકારીને વિજયી બનાવે, તો બાકીના બંગાળમાં આપોઆપ પરિવર્તન થઈ જશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, સુવેન્દુ-દા શરૂઆતમાં નંદીગ્રામથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતાં હતા. જાેકે, મેં તેમને કહ્યું હતું કે તેમણે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડવી જાેઈએ નહીં બલ્કે, તેમણે મમતા બેનર્જીના પોતાના ગઢ ગણાતા ગૃહક્ષેત્ર ભવાનીપુરમા જવું જાેઈએ અને ત્યાં દીદીને હરાવવા જાેઈએ.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે, ૨૦૨૧માં પાછલી ચૂંટણીઓમાં મમતા બેનર્જી બંગાળમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી, પરંતુ તેમને નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે વ્યક્તિગત હારનો સામનો કરવો પડ્યો હતો. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મમતા બેનર્જીને ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ ભવાનીપુરમાં પણ હારનો સામનો કરવો પડશે.