લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
3564
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬નું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઔપચારિક પરિણામો પર છે, પરંતુ તે પહેલાં જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓએ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. આ વખતે બંગાળમાં દીદીનો ખેલા ફ્લોપ જતો દેખાઈ રહ્યો છે અને મોદીનું કમળ જાેરદાર જીત સાથે ખીલતું જાેવા મળી રહ્યું છે. પ્રારંભિક એક્ઝિટ પોલના ટ્રેન્ડ બંગાળમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં ભાજપ શાસક તૃણમૂલ કોંગ્રેસને કારમી હાર આપીને ૨૯૪ સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે.
એક્ઝિટ પોલ એટલે શું: મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.
એક્ઝિટ પોલ પરિણામ નથી: એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો ૪ મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી ર્નિણય મતગણતરી પછી જ સામે આવે છે.
પશ્ચિમ બંગાળ : કુલ બેઠકો ૨૯૪, બહુમત માટે જરૂર ૧૪૮ બેઠક
પશ્ચિમ બંગાળ: અત્યાર સુધીના કુલ ૬ મુખ્ય એક્ઝિટ પોલમાંથી ૫ એજન્સીઓ (P-MARQ, Matrize, Chanakya, , પોલ ડાયરી અને પ્રજા પોલ) બંગાળમાં ભાજપની સરકાર બનવાના સંકેત આપી રહી છે. માત્રPeoples Pulse એકમાત્ર એવી એજન્સી છે જે TMC ની પ્રચંડ જીતનો દાવો કરી રહી છે.
૧.P-MARQ, ભાજપને બહુમત:P-MARQના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે, જેમાં ભાજપને ૧૫૦થી ૧૭૫ બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, સત્તારૂઢTMC+ ને ૧૧૮થી ૧૩૮ બેઠકો સાથે હારનો સામનો કરવો પડી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોનું ખાતું પણ ખૂલતું દેખાતું નથી.
૨. Matrize,, ભાજપને બહુમત: Matrizeના સર્વે અનુસાર બંગાળમાં રસાકસીભર્યો જંગ જાેવા મળી રહ્યો છે, જેમાં ભાજપ ૧૪૬થી ૧૬૧ બેઠકો મેળવી બહુમતીના આંકડાને સ્પર્શી શકે છે.TMC+ને આ સર્વેમાં ૧૨૫થી ૧૪૦ બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીથી થોડી દૂર છે. આ એક્ઝિટ પોલમાં અન્યના ફાળે ૬થી ૧૦ બેઠકો જઈ શકે છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ શૂન્ય પર રહી શકે છે.
૩.Peoples Pulse,TMC એટલે કે મમતા બેનર્જીની સરકાર:Peoples Pulseનો એક્ઝિટ પોલ અન્ય કરતાં સાવ ઉલટું ચિત્ર રજૂ કરે છે, જેમાં મમતા બેનર્જીનીTMC ને ૧૭૮થી ૧૮૯ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દેખાય છે. આ સર્વેમાં ભાજપને મોટો ફટકો પડતાં તે ૯૫થી ૧૧૦ બેઠકો પર સમેટાઈ શકે છે. કોંગ્રેસને ૧-૩ બેઠકો અને ડાબેરીઓને ૦-૧ બેઠક મળવાની શક્યતા આ સર્વેમાં દર્શાવવામાં આવી છે.
૪. Chanakya Strategies, પરિવર્તનના સંકેતો: Chanakya Strategiesના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે, જેમાં ભાજપને ૧૫૦-૧૬૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. સત્તારૂઢTMC+ આ સર્વે મુજબ ૧૩૦-૧૪૦ બેઠકો પર સમેટાઈ શકે છે, જે બહુમતીના આંકડા(૧૪૮)થી થોડી દૂર છે. અન્યના ફાળે ૬-૧૦ બેઠકો જવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓને એક પણ બેઠક મળતી જણાતી નથી.
૫. પોલ ડાયરી, ભાજપ મજબૂત સ્થિતિમાં પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ સર્વેમાં ભાજપને ૧૪૨ થી ૧૭૧ બેઠકો મળવાનું અનુમાન છે, બીજી તરફ, સત્તારૂઢTMC+ ને ૯૯ થી ૧૨૭ બેઠકો વચ્ચે મળી શકે છે.
૬. પ્રજા પોલ, ભાજપ આવે છે! : પ્રજા પોલનું અનુમાન ભાજપ માટે સૌથી વધુ ઉત્સાહજનક છે. આ સર્વે મુજબ રાજ્યમાં સત્તા પરિવર્તનની લહેર જાેવા મળી રહી છે, જેમાં ભાજપને ૧૭૮ થી ૨૦૦ બેઠકો મળવાની અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. તેનાથી વિપરીત,TMC+ માત્ર ૮૫ થી ૧૧૦ બેઠકો પર સમેટાઈ શકે છે.
તમિલનાડુમાં DMK આગળ,TVK પણ ચર્ચામાં
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે દસ મુખ્ય એક્ઝિટ પોલ જાહેર કરાયા છે. ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. ૧૦ સર્વેમાંથી છ સ્પષ્ટપણે શાસક ડીએમકે ગઠબંધન માટે શાનદાર વાપસી સૂચવે છે. પ્રજા પોલ (૧૪૮-૧૬૮ બેઠકો) અને ચાણક્ય સ્ટ્રેટેજી (૧૪૫-૧૬૦ બેઠકો) એ ડીએમકે માટે જંગી વિજયની આગાહી કરી છે. જેવીસીએ એનડીએને ૧૨૮-૧૪૭ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપી છે, જ્યારે VOe Vibe એ ડીએમકે ને ૧૧૪-૧૨૪ બેઠકો પણ આપી છે. સૌથી આશ્ચર્યજનક એક્સિસ માય ઇન્ડિયાના ડેટા છે, જેણે ટીવીકેને ૯૮થી ૧૨૦ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનવાની આગાહી કરી છે.
આસામમાં બધા ૧૧ સર્વે ભાજપની તોફાનની આગાહી, કોંગ્રેસનો સફાયો
૧૨૬ બેઠકોવાળી આસામ વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૬૪ બેઠકોની જરૂર છે. બધા ૧૧ મુખ્ય એક્ઝિટ પોલોએ સર્વસંમતિથી ભાજપ ગઠબંધન માટે પ્રચંડ વિજયની આગાહી કરી છે. કોઈપણ સર્વેમાં કોંગ્રેસ એટલી સ્પર્ધાત્મક નથી. બધી એજન્સીઓએ ભાજપને ૮૦ થી વધુ બેઠકો આપી છે.
કેરળમાં UDF જાેરદાર વાપસી કરશે
કેરળ વિધાનસભા ચૂંટણી માટેના આઠ મુખ્ય એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરાયાં છે. આઠમાંથી સાત એક્ઝિટ પોલમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા છે. એક્સિસ માય ઇન્ડિયાએ યુડીએફ માટે પ્રચંડ વિજયની આગાહી કરી છે, જેનાથી તેને ૭૮-૯૦ બેઠકો મળશે, જ્યારે શાસક ડાબેરી મોરચાના જાેડાણ, એલડીએફને ૪૯-૬૨ બેઠકો મળશે. યુડીએફ સરળતાથી બહુમતી પાર કરી રહ્યું છે અથવા તેની ખૂબ નજીક આવી રહ્યું છે.
પુડુચેરીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી
એનડીએ ગઠબંધને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પાંચ એક્ઝિટ પોલમાં ભાજપ બંગાળમાં આગળ છે, જ્યારે પુડુચેરીમાં પાંચેય મુખ્ય સર્વેમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું દર્શાવવામાં આવ્યું છે. પ્રજા પોલ અને કામાખ્યા એનાલિટિક્સના અંદાજ મુજબ, એનડીએ ૨૦ થી વધુ બેઠકો જીતી શકે છે. આ વલણો પરથી સ્પષ્ટ થાય છે કે પુડુચેરીના લોકોએ ફરી એકવાર એનડીએ ગઠબંધનને સત્તાની ચાવીઓ સોંપવાનો ર્નિણય લીધો છે.