16, ડિસેમ્બર 2020
1089 |
મુંબઇ
નાના પડદા પરનો સૌથી સફળ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દર્શકોના અપાર પ્રેમ મેળવ્યા બાદ હવે વધુ એક રૅકોર્ડ બનાવ્યો છે. સીરિયલના એક એપિસોડના વીડિયોએ વર્ષ 2020માં યુ-ટ્યુબની ટૉપ 10 ટ્રેન્ડિંગ વીડિયોઝની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. યુ-ટ્યુબ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ષની લિસ્ટમાં કૅરી મિનાતીનો વીડિયો પહેલા સ્થાન પર છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ સોની સબ પર આવે છે. તે નાના પડદાના સૌથી લાંબા ચાલનારા શૉઝમાં સામેલ છે. ટીઆરપીમાં પણ શૉ હંમેશા ટૉપ-5ની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવે છે. YouTube top trending videos લિસ્ટમાં તારક મહેતાના એપિસોડ 2933એ 10મો ક્રમ મેળવ્યો છે. આ વેલેન્ટાઈન સ્પેશિયલ એપિસોડ હતો, જેમા ટપુ સોનુને પ્રપ્રોઝ કરે છે. ટપુનો રોલ ભજવનાર રાજ અનડકટ ભજવી રહ્યા છે, જ્યારે પલક સિધવાની સોનુનો રોલ ભજવી રહી છે.