21, માર્ચ 2025
લંડન,
લંડનનું હીથ્રો એરપોર્ટ આજ રાત સુધી બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં વીજળીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે (ભારતીય સમય મુજબ) એક પોસ્ટમાં એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સાથે જ કહ્યું હતું કે, મુસાફરો વધુ વિગતો માટે એ એરલાઇન્સનો સંપર્ક કરે, જેમા તેઓ મુસાફરી કરવાના હતા.
એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે એક પોસ્ટમાં કહ્યું છે કે, એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રો ખાતે વીજળીની ભારે અછત છે. અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી માટે હીથ્રો ૨૧ માર્ચે રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી બંધ રહેશે.
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, મુસાફરોને એરપોર્ટ ન જવાની અને વધુ માહિતી માટે એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ અપાઇ હતી. અસુવિધા બદલ અમને દુ:ખ છે. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અગ્નિશામક દળ કામ કરી રહ્યો છે, પરંતુ વીજળી ક્યારે પુન:સ્થાપિત થશે તે સ્પષ્ટ નથી. અમે પરિસ્થિતિને ઉકેલવા માટે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ.