દિલ્હી-

અમેરિકન સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી થઈ રહેલી ઘર વાપસી વચ્ચે આ દેશમાં ફરી તાલિબોનો એક પછી એક વિસ્તાર કબ્જે કરી રહ્યા છે.તાલિબાનોના વધી રહેલા પ્રભુત્વ વચ્ચે ભારત માટે વધારે ચિંતાના સમાચાર એ છે કે, તાલિબાને ચીનને પોતાનુ મિત્ર ગણાવીને અફઘાનિસ્તાનમાં ચીન માટે રેડ કાર્પેટ બીછાવવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં એક ટ્રિલિયન ડોલરનો ખનીજ ભંડાર છે અને તેના પર ખંધા ચીનની નજર છે ત્યારે તાલિબાને પણ અફઘાનિસ્તાનના પુન નિર્માણમાં ચીનના રોકાણ પર વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને દાવો કર્યો હતો કે, હવે દેશના ૮૫ ટકા વિસ્તારો પર અમારો કબક્જાે છે અને અમે ચીનના ઉઈગર મુસ્લિમોને અમારા દેશમાં શરણ નહીં આપીએ.

તાલિબાન પ્રવક્તાએ વધુમાં કહ્યુ હતુ કે ,ચીનનુ રોકાણ અ્‌ને તેમના કામદારો જાે દેશમાં આવશે તો તેમની સુરક્ષાની ગેરંટી અમે આપીશું.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં સુહેલ શાહીને કહ્યુ હતુ કે, અમે ચીનનુ સ્વાગત કરીએ છે.અમે અફઘાનિસ્તાનમાં અલકાયદા કે બીજા કોઈ આંતકી સંગઠનને ઓપરેટ નહીં કરવા દઈએ.ચીન સાથે અમારા સારા સબંધો છે.ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં રોકાણ કરવામાં આવે તો અમે તેનુ સ્વાગત કરીશું.ચીનના લોકોની સુરક્ષાની જવાબદારી અમારી રહેશે.ઉલ્લેખનીય છે કે, ચીનને ૨૦૧૧માં અફઘાનિસ્તાનના ત્રણ વિસ્તારમાં ઓઈલ કાઢવા માટેના કોન્ટ્રાક્ટ મળ્યા હતા.આ જ રીતે તાંબાની એક ખાણમાંથી તાંબુ કાઢવા માટે પણ ચીનની કંપની કોન્ટ્રાક્ટ મળ્યો હતો.તાજેતરમાં જ ચીને પણ પાકિસ્તાનને આગ્રહ કર્યો છે કે, અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવે તે માટે પાકિસ્તાન પ્રયત્ન કરે.ચીને તો બિજિંગ , ઈસ્લામાબાદ અને કાબુલ વચ્ચે સહયોગ વધારવા માટે પણ વકીલાત કરી છે.