હાલોલ, તા.૮

હાલોલ વડોદરા હાઇવે રોડ પર પોલીકેબ કંપની પાસે મુખ્ય રોડ પર ઉભેલા ટેન્કરમાં મોટર સાયકલ અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર વડોદરાની સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક સાથે જ અભ્યાસ કરતા ૩ યુવાન વિદ્યાર્થીઓ જયેન્દ્રકુમાર સંજયભાઈ પટેલ, વિરેન્દ્રકુમાર ભરતભાઈ ગોહિલ અને રોનકભાઈ ધનાભાઈ પરમાર પૈકી આજે રોનકનો જન્મદિવસ હતો જેમાં મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના લીમડી ખાતેનો રહેવાસી અને પોતાના માતા-પિતા સાથે વડોદરા ખાતે ભાડાના મકાનમાં રહી સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો રોનક પોતાનો ૧૯નો જન્મદિવસ મનાવવાની ખુશીઓમાં મહાલતો મોટરસાયકલ ચલાવતો હતો જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે પોતાના જન્મદિન નિમિત્તે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવવા માટે રોનક ખુશી ખુશી આવી રહ્યો હતો તે દરમ્યાન હાલોલ વડોદરા હાઇવે રોડ પર અકસ્માતમાં રોનકનું અકાળે કરુણ મોત ભયાનક કરુણાંતિકા સર્જાઇ હતી જેમાં રોનકનો જન્મદિવસ જ મૃત્યુ દીન બની જતા રોનકના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જેમાં પોતાના વ્હાલસોયો લાડકવાયો દીકરો જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં રોનકને કાળ ભરખી જતા રોનક મરણ પામતા પરિવારજનો માટે રોનકનો જન્મ દિવસ આજીવન સદાય માટે દુઃખદ અને આઘાતજનક બન્યો હતો જેમાં રોનકના જન્મદિનની ખુશીઓ પરિવારજનો અને મિત્રો માટે તેના કરુણ મોતને પગલે માતમમાં ફેરવાઈ ગઈ હતી.