ધોળકા-બગોદરા હાઈવે પર પલટી મારીને કાર થાંભલા સાથે અથડાતાં ત્રણના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026  |   2376

અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગે જઈ રહેલી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ બહાર જતાં પલટી મારી અને જાેરદાર ધડાકા સાથે વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભયાનક માર્ગ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક માર્ગ પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ કાર અનેક પલટીઓ મારીને સીધી વીજ પોલ સાથે જાેરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કૂર્ચેકૂર્ચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા ઈમરજન્સી ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પીએમ અર્થે ધોળકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ મુસાફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ. ખુશીના પ્રસંગે જઈ રહેલા તમામ લોકો માટે રસ્તામાં જ મોતનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તાર તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution