લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
1881
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો જાહેર કર્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવામાં હજુ અંદાજે એક અઠવાડિયાનો સમય લાગશે. આ વર્ષે માર્કશીટમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં માર્કશીટની સાઇઝ, ઊઇ કોડ અને નામ દર્શાવવાની પદ્ધતિનો સમાવેશ થાય છે.આ વર્ષથી માર્કશીટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે માર્કશીટ સીબીએસઈ બોર્ડની જેમ આધુનિક ડિઝાઇનમાં આપવામાં આવશે.” અત્યાર સુધી માર્કશીટમાં સુરક્ષા માટે હોલોગ્રામનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેની જગ્યાએ ઊઇ કોડ મૂકવામાં આવશે. આથી માર્કશીટની વિગતો સરળતાથી ચકાસી શકાશે અને નકલી માર્કશીટ બનાવવાની શક્યતા ઘટશે. ડિજિટલ વેરિફિકેશન પણ વધુ સરળ બનશે.વિદ્યાર્થીના નામ દર્શાવવાની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. અગાઉ માર્કશીટમાં પહેલા અટક અને પછી નામ લખાતું હતું, હવે પહેલા વિદ્યાર્થીનું નામ અને પછી અટક લખાશે. આ પદ્ધતિ સીબીએસઈ બોર્ડમાં પહેલેથી અમલમાં છે. વધુમાં, નામ, પિતાનું નામ અને અટક અલગથી મથાળું તરીકે લખાશે અને તેની નીચે વિદ્યાર્થીની વિગત આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, નામ: એબીસી, પિતાનું નામ: એકસવાયઝેડ , અટક: ઓપીકયુ . આ બદલાવથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બહારના રાજ્ય કે દેશમાં અભ્યાસ કે અન્ય કામ માટે નામની ઓળખ સરળ રહેશે.માર્કશીટ અને સર્ટિફિકેટના ડુપ્લીકેશનને અટકાવવા માટે અગાઉ પીળા કલરની લેમિનેશન સિક્યોરિટી ફિલ્મ વપરાતી હતી, જે ફક્ત ગુજરાત બોર્ડમાં જ અમલમાં હતી. આ સિસ્ટમને કેનેડા સહિતના દેશોના ડેલીગેટ્સે પણ વખાણી હતી. તેમ છતાં, તાજેતરમાં બોર્ડે હોલોગ્રામ દૂર કરવાનો ર્નિણય લીધો છે, જેના કારણે વિવિધ તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે, નવી ડિઝાઇનવાળી માર્કશીટ ટૂંક સમયમાં વિતરણ માટે તૈયાર થશે. ડિજિટલ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ ફેરફારો વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. નવા ફેરફારોના અમલથી માર્કશીટ વધુ સુરક્ષિત અને આધુનિક બનશે.માર્કશીટનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓને નવી ડિઝાઇનનો અનુભવ મળશે.