રાજકોટ-

શહેરમાં 3 લોકો લાંચ લેતા ઝડપાયા. જેમાં GST ના 2 અધિરારી તેમજ એક વચેટીયો લાંચ લેતા ઝડપાયો હતો. રાજકોટમાં ટ્રાન્સપોર્ટ ધંધાર્થી પાસે લોખંડના બિલ બોગસ હોવાનું કહી GST ના બે અધિકારી અજય મહેતા અને વિક્રમ કનારા દ્વારા લાંચ માંગવામાં આવી હતી. રાજકોટ ACB એ ટ્રેપ ગોઠવી બંને લાંચ લેનારા અધિકારી તેમજ બંને અધિકારી વતી લાંચ લેનારા વચેટીયા સેલ્સટેક્સના નિવૃત કર્મચારી મનસુખ હિરપરાને ACB એ કેનાલ રોડ પર ઝડપી લીધા હતા. લાંચ લેનાર અધિકારીએ 3.50 લાખની લાંચ માંગી હતી. ACBએ 3.50 લાખ રૂપિયા સાથે આરોપીને ઝડપી પાડ્યા. ઉલ્લેખનીય છે કે આજકાલ દ્વારા 7 ઓગસ્ટના રોજ કરપ્શન પર આર્ટીકલ બતાવવામાં આવ્યો હતો. ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તેમજ મદદનીશ નિયામક એ.પી.જાડેજા દ્વારા છટકુ ગોઠવી, આરોપીને પકડવામાં સફળ રહ્યા હતા. હાલ તો ACBએ ત્રણેય આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.