દ્વારકામાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત

દેવભૂમિ દ્વારકા-

રાજ્યમાં દરરોજ અકસ્માતની અનેક ઘટના સામે આવે છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યાં મોત થયા છે. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા છે. અકસ્માતમાં અમદાવાદના એક પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સ્થળની જે તસવીરો સામે આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી જાેરદાર હશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે. લોકોના કહેવા પ્રમાણે વહેલી સવારે ઝાકળને કારણે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃતકોમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ જેટલા લોકોને ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે અકસ્માત ૈ૨૦ અને સ્વિફ્ટ કાર વચ્ચે થયો હતો. શિયાળામાં ધુમ્મસને પગલે અનેક અકસ્માત થતા હોય છે. આજે સોમવારે સવારે રાજ્યના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ જાેવા મળી હતી. ધુમ્મસને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સાથે અનેક વાહનની ટક્કર થઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution