વાઘોડિયા,તા.૩૧

 વડોદરા- વાઘોડિયા રોડપર દત્તપુરા પેટ્રોલપંપ, કમલાપુરા પાસે અલવા તરફથી આવતા ડંપરે રોડ ક્રોસ કરતી વેડા એક્ટીવા ચાલકને અડફેટે લેતા એક વિધ્યાર્થીનીનુ મોત નિપજ્યુ છે. જયારે બે વિધ્યાર્થીઓને સારવારમાટે પારુલ સેવાશ્રમ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા છે. પારૂલ યુનિવર્સિટીમાં એરોનોટીકલના ફસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વાજીદઅલી હૈદરઅલી શેખ, ખુશી અમરીશભાઈ વિહોલ તથા ઈશા નરેન્દ્રભાઈ રાણા (૨૧) રહે.પવનપુત્ર બંગલો, વલસાડ ( હાલ પેઈન ગેસ્ટ, વડોદરા) પોતાના મિત્ર સાથે આજથી એરોનોટીકલ પ્રથમ સેમિસ્ટારની પરિક્ષા શરૂ થતી હોવાથી પરિક્ષા આપવા માટે સવારે એક્ટીવા પર ત્રણ સવારી નિકળ્યા હતા.જયારે ઈશા ની બહેન પાયલ પણ પારુલ યુનિ.મા અભ્યાસ કરતી હોય કોલેજમા આજે તેણી રજા હોય તે કોલેજ ગઈ ન હતી. પરંતુ આજથી ઈશાની પરીક્ષા શરુ થતી હોય તે પોતાના મિત્રની એક્ટીવા પર સવાર થઈ સવારે સાડા નવની આસપાસ વડોદરા- વાઘોડિયા રોડ પર દત્તપુરા પેટ્રોલપંપ પાસે કમલાપુરા બસસ્ટોપ પાસે થી પસાર થતી હતી ત્યારે અલવા તરફથી આવતા ડંપરના ચાલકે રોડ ક્રોસ કરતા એક્ટિવા સવાર વિધ્યાર્થીને અડફેટે લેતા ત્રણે વિધ્યાર્થીઓ એકિટીવા સહિત ડંપરની ડિઝલ ટેન્ક પાસે પાછલા વ્હિલ પાસે ફસાઈ ગયા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટીવા ચાલક ઊછડીને પાછલા વ્હિલ પાસે પડ્યો હતો, જયારે બંન્ને વિધ્યાર્થીનીઓ ડંફરની બોડી સાથે ટકરાતા બેભાન બની એક્ટીવા પરજ પાછલા વ્હિલ પાસે ફસાઈ હતી.વચ્ચે બેઠેલી ઈશા રાણાને માથા તથા શરીરના અંગોપર જીવલેણ ઈજાઓ પહોંચતા લોહિના ફુવારા વચ્ચે મોતને ભેટી હતી.ઊલ્લેખનીય છે કે એક્ટીવા સવાર ત્રણે વિધ્યાર્થીઓ઼ેએ માથે હેલ્મેટ નતુ પહેર્યુ.પારુલ યુનિ.અન્ય આવતા વિધ્યાર્થીઓ અને રાહદારીઓએ વાજીદઅલી તથા ખુશીને મહામુશીબતે ડંપરનીચેથી બહાર કાઢી પારુલ સેવાશ્રમ હોસ્પીટલમા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યા એક વિધ્યાર્થીની હાલત અત્યંત નાજુક હોવાનુ જાણવા મડે છે.બનાવના પગલે લોકટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા.વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વિધ્યાર્થીનીના પરિવારને અકસ્માત અંગે જાણ કરી હતી. પોલીસે પુરપાટ જડપે ડમ્પર હંકારનાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.