મહેસાણા : મંગળવારે વહેલી સવારે મહેસાણા નજીકના પાંચોટ તળાવમાં એક કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક સાથે ત્રણ શિક્ષકોનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે એક મહિલા અને બે પુરુષનાં મોત થયા છે.
આ ગમખ્વાર અકસ્માત કેવી રીતે થયો તેના વિશે અલગ અલગ વાત સામે આવી રહી છે. એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે મંગળવારે વહેલી સવારે કારડ્રાઇવરને ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર તળાવમાં ખાબકી હતી, જ્યારે બીજાે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે રસ્તામાં કૂતરૂ આડે આવી જતા કૂતરાને બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધી હતો.
કાર તળાવમાં ખાબકી હતી. આ બનાવમાં બચી ગયેલા વ્યક્તિને સારવાર માટે મહેસાણા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મહેસાણાના પાંચોટ ખાતે એક કાર તળાવમાં પડી જતાં નોકરી પર જઈ રહેલા ત્રણ શિક્ષકનાં મોત થયા છે. કહેવાય છે કે કારની આડે કૂતરું આવી જતાં ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો દીધો હતો અને કાર રસ્તા પરથી તળાવમાં ખાબકી હતી. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.
મહેસાણાથી દરરોજ ત્રણ શિક્ષક કારમાં નોકરી પર જતા હતા. મંગળવારે વહેલી સવારે પાંચોટ પાસે તેમની કાર તળાવમાં ખાબકી હતી. જે બાદમાં ડૂબી જવાથી ત્રણેય શિક્ષકોનાં મોત થયા હતા. મૃતકમાં એક મહિલા અને બે પુરુષ સામેલ છે. કાર તળાવમાં ખાબકી હોવાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી ગયા હતા. જાેકે, કોઈને બચાવી શકાય ન હતા. લોકોએ જેસીબી મશીનની મદદથી કારને બહાર કાઢી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે તમામ મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં હતાં. ચાર વ્યક્તિઓ સાથેની કાર તળાવમાં ખાબકી ગયા બાદ તેને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.