દરોડા દરમિયાન બિનઆરોગ્યપ્રદ ત્રણ ટન કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026  |   2574

અમદાવાદ, કાજુ ખાતાં પહેલાં ચેતજાે, તમે અસલીના ચક્કરમાં નકલી તો ઝાપટતા નથી ને! હવે તેવો સવાલ ઉભો થયો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કઠવાડા જીઆઈડીસી ખાતે દેવ આઇલેન્ડ એસ્ટેટ, ગજાનંદ એસ્ટેટની સામે શેડ નંબર છ/૧૭ અને છ/૧૮માં અભિનંદન ટ્રેડિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા.કાજુ પ્રોસેસિંગનો ધંધો કરનાર ચિરાગકુમાર મોહનભાઈ ઠક્કરના પ્રોસેસિંગ હાઉસની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કાજુનો જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવતાં એને સીલ કરવાની કાર્યવાહી અને ૩ ટન કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કઠવાડા ય્ૈંડ્ઢઝ્ર ખાતે ચિરાગ ઠક્કર નામના વેપારી દ્વારા અન્ય રાજ્યોમાંથી હલકી ગુણવત્તાના કાજુ લાવીને તેનું પ્રોસેસિંગ કરવામાં આવતું હોવાની બાતમી છસ્ઝ્ર ને મળી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે જાેયું કે મોટાભાગના કાજુમાં જીવડાં પડી ગયા હતા. આટલી હદે બિનઆરોગ્યપ્રદ જથ્થો હોવા છતાં તેને માર્કેટમાં વેચવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. દરોડા દરમિયાન માત્ર આખા કાજુ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં કાજુનો ભૂક્કો પણ મળી આવ્યો હતો. જ્યારે વેપારીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે બચાવમાં જણાવ્યું હતું કે આ ભૂક્કો ‘કેટલ ફીડિંગ‘ (પશુઓના આહાર) માટે રાખવામાં આવ્યો છે. જાેકે, ટ્રેડર આ બાબતે કોઈ પણ સત્તાવાર પુરાવા કે દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જેને પગલે આરોગ્ય વિભાગની શંકા વધુ પ્રબળ બની હતી કે આ ભૂક્કાનો ઉપયોગ પણ ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ માટે થઈ રહ્યો હોઈ શકે છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હલકી ગુણવત્તાનો જથ્થો રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી લાવવામાં આવતો હતો. હલકી કિંમતે બગડેલો માલ લાવી તેને પ્રોસેસ કરી ઊંચા ભાવે વેચવાનું મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution