વડોદરા, તા.૧૭

 વડોદરાના અલ્પના સિનેમામાં નાઇટ શો દરમિયાન ટોકિઝના સ્ટાફ સાથે સીટ બાબતે માથાકૂટ થતા ચાર પ્રેક્ષકોએ ધમાલ મચાવી ટીકીટ ચેકર કર્મચારીઓ સાથે મારામારી બાદ ટોકીઝમાં તોડફોડ કરી સ્ક્રીન ફાડી નાંખ્યો હતો.વાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે ચોથા આરોપીની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રતાપનગરની અલ્પના ટોકિઝમાં ગત ૨૫ મી તારીખે નાઇટ શોની તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.જેથી,પ્રેક્ષકોને બેસવામાં મુશ્કેલી ના પડે તે માટે ટિકિટ ચેકર દ્વારા પ્રેક્ષકોની ટિકિટ ચેક કરીને તેમને ફાળવેલ સીટ પર બેસાડવામાં આવી રહ્યા હતા.તે દરમિયાન ચાર પ્રેક્ષકો અલગ સીટ પર બેઠા હોઇ તેઓને ટિકિટમાં લખેલા સીટ નંબર પર બેસવાનું ટિકીટ ચેકરે કહેતા તકરાર થઇ હતી.ઉશ્કેરાયેલા ચારેય પ્રેક્ષકોએ ટોકિઝ માથે લઇને ટીકીટ ચેકર સાથે ઝપાઝપી કરી હતી તેમજ ટોકીઝમાં તોડફોડ કરીને ટોકીઝની સ્ક્રીન ફાડી નાંખતા રાત્રીનો છેલ્લો શો બંઘ રાખવાની ફરજ પડી હતી.બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશને ટોકીઝના સંચાલક દ્વારા ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી.જાેકે ટોકીઝમાં તોડફોડ કરનાર શખ્સોની સ્કૂટરનો નંબર ટોકીઝના એક કર્મચારીએ સીસીટીવીમાં જાેઇને નોંધી લીધો હતો.વાડી પોલીસે સ્કૂટરના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે નયનગીરી હર્ષદગીરી ગોસાંઇ , પંકજગીરી હર્ષદગીરી ગોસાંઇ અને અલ્પેશસિંહ ગોપાલસિંહ રાઠવા (તમામ રહે.મકરપુરા) ની અટકાયત કરીને પોલીસે ત્રણેય આરોપીઓને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.રિપોર્ટ આવ્યા પછી ત્રણેની ઘરપકડ કરી હતી.જ્યારે ચોથા આરોપી જૈમિનની પણ શોધખોળ હાથ ઘરવામાં

આવી છે.