અમદાવાદ -

થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજી બપોરના સમયે ઘરે હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ધસી આવ્યા હતા. શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી. જાે કે બાદમાં આરોપી ફરિયાદની તેની માતા પિતાના રૂમમાં લઇ ગયો હતો કબાટમાંથી રૂપિયા બે લાખ કાઢી લાવવા માટે માંગ કરી હતી. જાે કે ફરિયાદીએ જણાવ્યું કે, કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયા છે. જેથી આરોપીએ ધમકી આપી કે જાે રૂપિયા નહી આપે તો ચપ્પુ મારશે. ત્યાર બાદ આરોપીઓએ તેને ધક્કો મારી બેટ પર ઉંધો સુવડાવીને ચાર્જિંગ કેબલથી તેનો હાથ બાંધી દીધો હતો. પગમાં સેલોટેપ મારી દીધી હતી. કબાટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે તે નહીં તુટતા ટેબલ પર પટેલ ચાંદીની વાટકી ગ્લાસ સહિતની વસ્તુઓ લઇને નાસી છુટ્યા હતા.

ડોક્ટરનાં ઘરની નજીક બે આઇપીએસ અધિકારીઓ પણ રહે છે. તેથી આ સોસાયટી ખુબ જ હાઇપ્રોફાઇલ હોવા છતા આરોપીએ જે પ્રકારે લૂંટ ચલાવી તે જાેતા લોકોનાં મનમાં પોલીસ પ્રત્યે હવે કોઇ જ ડર રહ્યો નથી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.