ચોથી એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026  |   1782

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય તરફ હાલ ૩ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટન ડીસ્ટબન્સ, વરસાદી ટ્રક સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૪ એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાત માટે દક્ષિણ પૂર્વ અને કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨ એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મેહસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૪૦ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી ૨ થી ૩ ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિધાનગર માં ૩૭.૧ ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ ૩૬.૭ ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution