લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, સપ્ટેમ્બર 2021 |
1287
અમદાવાદ-
આજે ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મા અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓમા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે, ત્યારે દેશના ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રા પણ, માના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ દરેક ભક્તો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે.